Saturday, 27 July, 2024

મન લાગો મેરો યાર ફકીરી મેં

253 Views
Share :
મન લાગો મેરો યાર ફકીરી મેં

મન લાગો મેરો યાર ફકીરી મેં

253 Views

મન લાગો મેરો યાર ફકીરી મેં (સ્વર – અનુપ જલોટા, વીણા સહસ્ત્રબુદ્ધે, હરિઓમ શરણ, *, આબીદા પરવીન, ભાગવંત નારવેકર )
MP3 Audio

ભજન

મન લાગો મેરો યાર ફકીરી મેં.

જો સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહિં અમીરી મેં,
ભલા બુરા સબકા સુન લીજૈ, કર ગુજરાન ગરીબી મેં … મન લાગો

પ્રેમ નગર મેં રહની હમારી, ભલી બની આઈ સબૂરી મેં,
હાથ મેં કુંડી બગલ મેં સોટા, ચારોં દિશા જાગીરી મેં … મન લાગો

આખિર યે તન ખાક મિલેગા, કહાં ફિરત મગરૂરી મેં,
કહત કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલે સબૂરી મેં … મન લાગો.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે જે સુખ ઈશ્વરના સ્મરણ મનનમાં મળે છે તે સંપત્તિ કે લૌકિક વૈભવથી નથી મળતું. એથી જ ફકીર થઈને ગરીબીમાં ગુજરાન કરવું અને માનાપમાનથી રહિત થઈ લોકોની સ્તુતિ અને નિંદાને અવગણીને રહેતા શીખવું જોઈએ. ફકીર પોતે બધી વસ્તુઓનો ત્યાગ કરીને નીકળી પડે છે. માત્ર કહેવા પૂરતું એક હાથમાં ભિક્ષાપાત્ર અને બીજા હાથમાં દંડ હોય છે. અને તે છતાં તે જાણે આખી પૃથ્વીનો માલિક હોય એમ વિહરે છે. આમ પણ આ પંચમહાભૂતનું બનેલું શરીર ભસ્મ થવાનું છે. એથી ગર્વ કરવાની જરૂર નથી. પદના અંતમાં કબીર સાહેબ કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા એ કાંઈ ખાવાનો ખેલ નથી, એને માટે ધીરજની આવશ્યકતા છે.

English

Man lago mero yaar fakiri main

Jo sukh payo Ram bhajan main, so sukh nahi amiri main,
Bhala bura sabka sun lijiye, kar gujraan garibi main.

Prem nagar main rahni hamari, bhali ban aayi saburi main,
Hath main kundi, bagal main sota, charo disha jagiri main.

Akhir yah tan khak milega, kahan firat magroori main,
Kahat kabir suno bhai sadho, sahib mile saboori main.

Hindi

मन लाग्यो मेरो यार फ़कीरी में ॥

जो सुख पायो राम भजन में, सो सुख नाहिं अमीरी में।
भला बुरा सब का सुन लीजै कर गुजरान गरीबी में ॥

प्रेम नगर में रहनी हमारी, भली बन आइ सबूरी में ।
हाथ में कूंडी बगल में सोटा, चारों दिशा जागिरी में ॥

आखिर यह तन खाक मिलेगा, कहाँ फिरत मग़रूरी में ।
कहत कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में ॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *