મન મસ્ત હુઆ
By-Gujju26-04-2023
મન મસ્ત હુઆ
By Gujju26-04-2023
– સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે જ્યારે મન પરમાત્માના પ્રેમરસમાં ડૂબીને મસ્ત બની ગયું છે તો પછી બોલવાનું ક્યાં બાકી રહ્યું ? હીરો મળી ગયા પછી એને ગાંઠ બાંધીને સલામત જગ્યાએ મુકી દીધો. હવે વારે વારે ગાંઠ ખોલીને એને જોયા કરવાની શી જરૂર છે ? મર્યાદાની બહાર મદ્યપાન કરવામાં આવે તો મતિ મારી જાય છે, એની નિર્ણયશક્તિ નાશ પામે છે. એવી જ રીતે જ્યારે વસ્તુ હલકી (અપૂર્ણ) હોય છે ત્યારે એને ત્રાજવે ચઢાવી તોલવામાં આવે છે. પણ જ્યારે એ પૂર્ણ થઈ જાય છે પછી તેને કોણ ને કેવી રીતે તોલે ? હે સાધક, તારો સાહેબ (પરમાત્મા) તારા શરીરની અંદર છે. એમને અવલોકવા દ્રષ્ટિને બહિર્મુખ શા માટે કરે છે ? રાજહંસને માનસરોવર મળી જાય પછી તે તળાવ તથા સરોવરને શા માટે શોધે ? અર્થાત્ આત્માએ એના મૂળ સનાતન સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ કરી લીધી પછી તે દુન્યવી વસ્તુઓમાં ફાંફા શા માટે મારે. કબીર કહે છે કે હે સાધુપુરૂષ, સાંભળો, જેમ તલમાં તેલ હોય છે તેમ તમારી અંદર જ આત્મા વિરાજી રહ્યો છે. એને પામી લો, પછી કશું પામવાનું બાકી નહી રહે.
English
Hindi