Saturday, 27 July, 2024

મન ના રંગાયે જોગી

248 Views
Share :
મન ના રંગાયે જોગી

મન ના રંગાયે જોગી

248 Views

મન ના રંગાયે જોગી (સ્વર – હરિઓમ શરણ)
MP3 Audio

તનકો જોગી સબ કર, મનકો કરે ન કોઈ,
સહજે સબ સિદ્ધિ પાઈયે, જો મન જોગી હોઈ.
હમ તો જોગી મનહી કે, તનકે હય તે ઓર,
મનકો જોગ લગાવતાં, દશા ભઈ કછુ ઓર.
*
મન ના રંગાયે જોગી કપડા રંગાયે,
મન ના ફિરાયે જોગી મનકા ફિરાયે.

આસન માર ગૂફામેં બૈઠે, મનવા ચહુ દિશ જાયે,
ભવસાગર ઘટ બિચ બિરાજે, ખોજન તિરથ જાયે… મન ના

પોથી બાંચે યાદ કરાવે, ભક્તિ કછુ નહિં પાયે,
મનકા મન કા ફિરે નાહિ, તુલસી માલા ફિરાયે… મન ના

જોગી હોકે જાગા નાહિ, ચોરાસી ભરમાયે,
જોગ જુગત સો દાસ કબીરા, અલખ નિરંજન પાયે… મન ના

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ સંન્યાસ ધારણ કરેલા સાધુઓને જાગૃત કરતા કહે છે કે કેવળ કપડાંનો રંગ બદલવાથી અને ઘરનો ત્યાગ કરીને બહાર ફરવાથી સાધુ થવાતું નથી. એને માટે તો મનને ફેરવવું પડે છે. ગુફામાં જઈને આસન પર બેસો પણ મન ચારે દિશામાં ભટકતું હોય તો એનો કશો અર્થ નથી. વળી આત્મદેવ તો પોતાની અંદર વિરાજે છે. એને શોધવા તીર્થમાં જવાની જરૂર નથી. શાસ્ત્રોના પાઠ કરો પણ મનમાં કોઈ પરિવર્તન ન આવે તો એવી રીતે વાંચેલ પોથીપાઠ અને ફેરવેલ માળાના મણકા નકામા છે. સંન્યાસ ગ્રહણ કરીને સાચા અર્થમાં જોગી ન થયા તો ચોર્યાસી લાખ યોનિમાં ફરવાનો વારો આવશે. પણ જો સાચી સમજ સાથે યોગનો આધાર લેશો તો પરમચૈતન્ય સમાન પરમાત્માને પામી જશો.

English

Man na rangaye jogi, kapada rangaye
Man na firaye jogi, manka firaye.

Aasan mar gufa me baithe, manva chahu dish jaye,
Bhavsagar ghat bich biraji, khojan tirath jaaye.

Pothi vanche yaad karave, bhakti kachhu nahi paye,
Manka manka fire nahi, chorasi bharmaye.

Jogi ho ke jaaga nahi, chorasi bharmaye,
Jog jugat so das kabira, alakh niranjan paye.

Hindi

मन ना रंगाये जोगी कपडा रंगाये
मन ना फिराये जोगी मनका फिराये

आसन मार गुफा में बैठे, मनवा चहु दिश जाये,
भवसागर घट बिच बिराजे, खोजन तीरथ जाये ।

पोथी बांचे याद करावे, भक्ति कछु नहीं पाये,
मनका मनका फिरे नाहि, तुलसी माला फिराये ।

जोगी होके जागा नाहि, चौरासी भरमाये,
जोग जुगत सो दास कबीरा, अलख निरंजन पाये ।

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *