Sunday, 22 December, 2024

Man Sayba Ni Mediye Lyrics in Gujarati

300 Views
Share :
Man Sayba Ni Mediye Lyrics in Gujarati

Man Sayba Ni Mediye Lyrics in Gujarati

300 Views

મન સાયબા ની મેડિયે હો
દલ ગોરી ની ડેલીએ હો

લીલા તોરણીયા બંધાયો મારા માંડવે
લીલા તોરણીયા બંધાયો મારા માંડવે
ઓ સાયબા
હવે મૈયરીયા માં મનડું નથી લાગતું
હવે મૈયરીયા માં મનડું નથી લાગતું
મન સાયબા ની મેડિયે હો
મન સાયબા ની મેડિયે હો…

તુજ ને પરણી ને લઇ જાઉં મારી મેડિયે
તુજ ને પરણી ને લઇ જાઉં મારી મેડિયે
હો સાજણા
તારું જળહળ તું જોબનયું જાલી રાખતું
તારું જળહળ તું જોબનયું જાલી રાખતું
દલ ગોરી ની ડેલીએ હો
મન સાયબા ની મેડિયે હો

ઊંચા ટીંબે રોજ ચડીને તારી વાટ્યો જોતી
લાંબી નજરે તાકી તાકી આંખલડી આ થાકી
મારી આંખલડી આ થાકી…

હે સુરજ સાથે બાંધી શું ભવ ભવ ની છેડા છેડી
મન ની વાત્યો મન ગમતી પાલવડે રાખો બાંધી
હા પાલવડે રાખો બાંધી

હો મારા રામ મેડી આયો
હો રોમાળી ઘેલુડી હો

કે બાંધ્યો કોયલડી એ બર્યો તારી રાની
કે બાંધ્યો કોયલડી એ બર્યો તારી રાની
ઓ સાયબા
હવે મૈયરીયા માં મનડું નથી લાગતું
હવે મૈયારીયા માં મનડું નથી લાગતું
મન સાયબા ની મેડિયે હો
દલ ગોરી ની ડેલીએ હો…
જોબન આખું મોર્ય મન ની કોયલ બોલે કુ કુ
વસમી લાગે રાત્યો સાયબા કરવું કેને શું
હવે મારે કરવું કેને શું

હે થનગનતા ઘોડલિયે રુડી જાન્યો લઈને આવું
માંડવડા માં પાલવ બાંધી મંગલ વર્તાવું
રૂપાળા મંગલ વર્તાવું

વગડાવો ઢોલ શરણાયું હો
મન ગમતા ગીત ગવડાવું હો…

રૂડું પાનેતર ઓઢાળો મારા અંગ રે
કે રૂડું પાનેતર ઓઢાળો મારા અંગ રે
ઓ સાયબા
હવે મૈયરીયા માં મનડું નથી લાગતું
હવે મૈયરીયા માં મનડું નથી લાગતું
મન સાયબા ની મેડિયે હો
દલ ગોરી ની ડેલીએ હો
લીલા તોરણીયા બંધાવો મારા માંડવે
હે તુજ ને પરણી ને લઇ જાઉં મારી મેડિયે

ઓ સાયબા
હવે મૈયરીયા માં મનડું નથી લાગતું
તારું જરહરતું જોબનયું જાલી રાખતું
મન સાયબા ની મેડિયે હો
દલ ગોરી ની ડેલીએ હો
મન સાયબા ની મેડીએ હો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *