Sunday, 22 December, 2024

Manaraj Lyrics in Gujarati

148 Views
Share :
Manaraj Lyrics in Gujarati

Manaraj Lyrics in Gujarati

148 Views

હે સુરજ ઉગ્યો ને જગ્યા પંખી
હે સુરજ ઉગ્યો ને જગ્યા પંખી
થયો પીળીયો પ્રભાત
વેલા પાટણથી પરોઢે સટલ ઉપડે માણારાજ
હે સુરજ ઉગ્યો ને જગ્યા પંખી
થયો પીળીયો પ્રભાત
વેલા પાટણથી પરોઢે સટલ ઉપડે માણારાજ
મોટરના પંપા વગ્યા મને ઉમળકા જગ્યા
મોટરના પંપા વગ્યા પિયરના કોડ જગ્યા
હે કર્યા મેં તો ઘરના કોમકાજ કર્યા ઘરના કોમકાજ
જઈને મેં તો પિયુને જગાડ્યા માણારાજ
હે સુરજ ઉગ્યો ને જગ્યા પંખી
થયો પીળીયો પ્રભાત
વેલા પાટણથી પરોઢે સટલ ઉપડે માણારાજ
વેલી રે પરોઢે સટલ ઊપડ્યું માણારાજ

હે પરણે મારા મને પરમિશન આલી
સાસુડી તરત મારી ઝબકીને જાગી
હા આંગણે જોટડો ઉભી મારે દુજણી
બગડી જાશે બધી દઈ કરી દુણી
વલોણાં કોણ વલોવશે ચાણા પુંજો કોણ કરશે
વલોણાં કોણ વલોવશે ચાણા પુંજો કોણ કરશે
હે ભુખે મરશે મારા માલ ઢોર ભુખે મરશે માલ ઢોર
રેવા દયો નથી જાવું પિયર માણારાજ
હે સુરજ ઉગ્યો ને જગ્યા પંખી
થયો પીળીયો પ્રભાત
પાટણથી પરોઢે સટલ ઉપડે માણારાજ
વેલી રે પરોઢે સટલ ઊપડ્યું માણારાજ

હે મારી સાસુડીયે કુકવો ઉપાડ્યો
હવાર હવારમો જગડો રે મોડયો
ઊડતી વાત પોંચી જોને સસરાના કોને
સસરો આયા ડોશી બોલે છે તું કોને
વહુને ના કનડશો જાવાની રજા આલજો ડોશી
વહુને ના કનડશો જાવાની રજા આલજો
સસરો આયા થઇ શોમળીયો શેઠ  જોણે થઇ શોમળીયો શેઠ  
પરણોજી મેલવા આયા મૈયર મને ઠેઠ
હે સુરજ ઉગ્યો ને જગ્યા પંખી
થયો પીળીયો પ્રભાત
વેલા પાટણથી સટલ જાય છે માણારાજ

હે વેલા પાટણથી સટલ જાય છે માણારાજ
હા વેલા પરોઢે સટલ જાય છે માણારાજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *