Wednesday, 15 January, 2025

મનડું વિંધાણું રાણા

371 Views
Share :
મનડું વિંધાણું રાણા

મનડું વિંધાણું રાણા

371 Views

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું…મારું મનડું વિંધાણું.

નિંદા કરે છે મારી નગરીના લોક રાણા;
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું … મારું મનડું વિંધાણું

ભરી બજારમાંથી હાથી હાલ્યો જાયે રાણા;
શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાયે રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું … મારું મનડું વિંધાણું

ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા;
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું … મારું મનડું વિંધાણું

બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા;
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું …મારું મનડું વિંધાણું

 – મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *