Saturday, 4 January, 2025

Mane Sambhare Makhan Chor Lyrics in Gujarati

149 Views
Share :
Mane Sambhare Makhan Chor Lyrics in Gujarati

Mane Sambhare Makhan Chor Lyrics in Gujarati

149 Views

હો કહેજ્યો જઈ કોઈ જશોદાના કાન ને
હો કહેજ્યો જઈ કોઈ જશોદાના કાન ને
યાદ કરી રોવે રાધા નંદના લાલ ને
હો એક વાર ગોકુળ આવી જા ને ચિત્તડાંના ચોર
એક વાર ગોકુળ આવી જા ને ચિત્તડાંના ચોર
અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર
હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર

હો કહેજ્યો જઈ કોઈ જશોદાના કાન ને
યાદ કરી રોવે રાધા નંદના લાલ ને

હો સુનો જમુના ઘાટ ને સુનો રે કિનારો
નથી સંભળાતા તારી વાંસળીના સૂરો
હો આવે મને કાના એ તારા રે વિચારો
જોવા તારું મુખડું તડપે જીવલડો આ મારો

હો તને મળવા માધવ મનડું મારુ થયું રે વિભોર
તને મળવા માધવ મનડું મારુ થયું રે વિભોર
અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર
હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર

હો ખીલ્યો આ બી ચાંદોને રાત અજવાળી
રાસે કોણ રમશે તારા વિના રે વનમાળી
હો પૂછે મને ગોપીયો ને ગાયો આ તારી
કેને રાધા ક્યારે ઓલ્યો આવશે રે મોરાલી

હો તારા હૈયાના રે હેત કેમ થયા રે કઠોર
તારા હૈયાના રે હેત કેમ થયા રે કઠોર
અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર
હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર

હો લાગી ગઈ તને રે હવે મથુરા ની માયા
ભૂલી ગયો ભૂલકણા કેમ આવતો નથી અહીંયા
હો મીઠા હાલરડાં માતા જસોદાજી ગાવે
નથી તું પારણીયે તોયે પારણિયું ઝુલાવે

હો જીરવાતો નથી વિરહ તારો નંદના કિશોર
જીરવાતો નથી વિરહ તારો નંદના કિશોર
અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર
હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *