Mangal Mandir Kholo Lyrics in Gujarati
By-Gujju17-06-2023
260 Views
Mangal Mandir Kholo Lyrics in Gujarati
By Gujju17-06-2023
260 Views
મંગલ મંદિર ખોલો
દયામય! મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો
દયામય! મંગલ મંદિર ખોલો
જીવન વન અતિ વેગે વટાવ્યું
જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો
શિશુને ઉરમાં લ્યો, લ્યો
દયામય! મંગલ મંદિર ખોલો
દયામય! મંગલ મંદિર ખોલો
નામ મધુર તમ રટ્યો નિરંતર
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો
દિવ્ય-તૃષાતુર આવ્યો બાળક
દિવ્ય-તૃષાતુર આવ્યો બાળક
પ્રેમ-અમીરસ ઢોળો
દયામય! મંગલ મંદિર ખોલો
દયામય! મંગલ મંદિર ખોલો