Mangamta Divso Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Mangamta Divso Lyrics in Gujarati
By Gujju01-06-2023
કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે
ને મનગમતો મિત મારી આસપાસ છે
કે મારા મનમાં જીણું-જીણું, આ થયું છે રે શું
ને આંખોમાં ભીનું-ભીનું, છવાય છે રે શું
કે તારા નામે આ જીવતર કરવાની વાત છે
કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે
આ તે કેવી પ્રીત છે ? આ તે કેવી રીત છે ?
આ સાવ અજાણી કેવી બીક છે ?
આ તે કેવી પ્રીત છે ? આ તે કેવી રીત છે ?
આ સાવ અજાણી કેવી બીક છે ?
કે તારા આવવાની પ્રીતમ હૈયાને આશ છે
કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે
આવશે, એ આવશે, કહે મન આ આવશે
લાવશે રે લાવશે, નવા રંગો લાવશે
નવા નવા રંગોને નવી નવી લાગણીયો
મન તારું-મારુ કરે કેવી માંગણીયો
કોણ અને ઝાલશે !
કે તારી સાથે એક પળમાં,જનમારા સાત છે
કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે
કે મારા મનમાં જીણું-જીણું, થયું છે રે શું ?
ને આંખોમાં ભીનું-ભીનું, છવાય છે રે શું ?
કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે
કે તારા આવવાની પ્રીતમ હૈયાને આશ છે