મંગલાષ્ટક Gujarati Lyrics
By-Gujju12-05-2023
મંગલાષ્ટક Gujarati Lyrics
By Gujju12-05-2023
પ્રારંભે સહુ કાર્યમાં જગત આ, જેને સદા પૂજતું,
રીધ્ધી સિદ્ધિ સહીત જે જગતનું, નિત્ય કરે મંગલ.
જેના પૂજન માત્રથી જગતના, કર્યો બને પાવન,
એવા દેવ ગણેશ આ યુગલનું , કુર્યાત સદા મંગલ.
કન્યા છે કુલદીપીકા, ગુણવતી, વિદ્યાવતી, શ્રીમતી,
પહેરીને પરિધાન મંગલ રૂડા,આનંદ પામે અતિ,
કંઠે મંગલ-સૂત્ર સુંદર દીપે, મુક્તાફલો ઉજ્જવળ,
પામો હે પ્રિય”માનસી” સુખ ઘણું , થાજો સહુ મંગલ.
દીકરી તું ખીલ્યું ગુલાબ પમરે, માં-બાપના આંગણે,
વાત્સલ્યો વરસાવતા, હૃદયથી, મીના-મહેશ સાથ જો,
બબ્બે વીરની એક તું છે બહેની, આંખોની તું તારલી,
જોને નાનકડો વીરો હરખતો, બહેનીને જોઈ જોઈને,
ભાઈ, ભાભી, અને રૂપાળા ભૂલકા, મ્હાલે, મંગલ માંડવે,
ભાભલડીની શીખ “માનસી”તને, કે સાસરિયું દિપાવજે,
સુખના સુરજ સામટા ઝળહળે, ”મોહન” તણા સાથમાં,
સાસુ કૌશલ્યા સમાં, શ્વસુર તો દશરથ સમા દીસતા,
આજે નુતન આશ્રમે (ગૃહસ્થાશ્રમ) ચરણ આ,ચાલે નવા માર્ગ જો,
વહેતી આંખ છતાં ઉમંગ ઉછળે, સહુના હૃદયમાં ઘણો,
અગ્નિ,દેવ-દેવી અને પિતૃ સહુ, આશિષ દે છે રૂડી,
સંસારે સૌરભ સદા પ્રસરજો, મંગલ થાજો યુંગ્મનું,
કુર્યાત સદા મંગલ.