માનસ પૂજા
By-Gujju07-05-2023
માનસ પૂજા
By Gujju07-05-2023
તેજપૂંજથી પ્રકટો હે પ્રભુ ! મૂર્તિમાંહી પધારો
પ્રારંભ કરું પૂજા તમારી સંનિધિ ધરી સ્વીકારો.
અતરના કોમળ આસનિયે અનુરાગ ધરી બીરાજો
પાદ પ્રક્ષાલનને કાજે નિર્મળ જળને સ્વીકારો.
અર્ઘ્ય આચમન મધુપર્કે તમે પ્રસન્ન થાઓ પ્યારે
સોળ પ્રકારે માનસપૂજા, ભાવ ધરીને સ્વીકારો.
તીર્થજળે પંચામૃત જળથી ચંદન સ્નાન કરાવું
અંતે જીવન શુદ્ધિ કાડે મલિન જીવને સ્વીકારો.
વસ્ત્રે યજ્ઞોપવિત ભૂષણ અર્પુ પ્રભુજી પ્રેમે
પુષ્પ ધૂપ દીપ ચંદન સાથે પૂજા પૂર્ણ સ્વીકારો.
સર્વ રસે ભરપૂર ભોજનને આરોગો અલબેલા,
કપુર યુક્ત તાંબુલ ફળ સાથે સ્નેહ ધરીને સ્વીકારો.
આરતી ઉતારું અંતરથી આશીષ અર્પો અનેરા
શ્રદ્ધા ભક્તિની દક્ષિણા કૃપા કરીને સ્વીકારો.
પાપ નિવારણ કરજો મારું પ્રદક્ષિણા થકી ન્યારું,
નમસ્કાર કરું ક્ષમા ભાવથી મંત્ર પુષ્પને સ્વીકારો.
પૂજા કર્મે દોષ રહ્યા હો, ક્ષમા કરી દો પ્યારે,
પૂર્ણપણે મુજને અપનાવો કાયમ કાજ સ્વીકારો.
– મા સર્વેશ્વરી