Mara Bhaibandh Puche Vate Vate Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Mara Bhaibandh Puche Vate Vate Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો મારા ભાઈબંધ પૂછે મને વાતે વાતે
હો મારા રે ભાઈબંધ પૂછે મને વાતે વાતે
યાદ કરે છે તું જેને ખાતે ખાતે
અને તારૂં દિલ તોડ્યું શેના માટે
હો અને તારૂં દિલ તોડ્યું શેના માટે
હો વળીને ના જોયું મારા હોમું જાતે જાતે
હો વળીને ના જોયું મારા હોમું જાતે જાતે
દિલ મારૂં તોડી દીધું એના હગા હાથે
ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે
હો ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે
હો ખવડાવી મુજને ખાતી હતી
મને મેલીને દૂર જાતી નતી
હો …ખબર ના પડી કેમ બદલો લીધો
કોના માટે મને છોડી દીધો
હો કરી દીધો ફેંસલો તમે કેમ જાતે
મને ના પુછ્યું જાનુ તમે કોઈ વાતે
ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે
હો ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે
હો ખુદથી વધારે ભરોશો હતો
જોઈને તને હું જીવતો હતો
હો …સપના તૂટ્યાને સાથ છુટ્યો તારો મારો
સમજી શક્યો ના હું ઈરાદો તારો
રોજ એ રૂઠતી તી નોની નોની વાતે
હું એને મનાવતો તો ગીત ગાતે ગાતે
ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે
હો ખબર ના પડી મારૂં દિલ તોડ્યું શેના માટે
હો ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે