Saturday, 27 July, 2024

મારા દાદાજી નિબંધ

88 Views
Share :
મારા દાદાજી નિબંધ

મારા દાદાજી નિબંધ

88 Views

મારા દાદાજીનું નામ અરુણભાઈ છે. તે આશરે 70 વર્ષના છે. તે તંદુરસ્ત છે. તેમના વાળ ધોળા છે. તેમના માથાના પાછલા ભાગમાં ચાંદામામા જેવડી ટાલ છે. તે ચશ્માં પહેરે છે.

મારા દાદાજી સવારે પાંચ વાગ્યે ઊઠે છે. તે પ્રભાતિયું ગાય છે. પછી નાહીધોઈ સવારમાં એક કલાક ભગવાનની પૂજા કરે છે. તે રોજ ગીતાનો એક અધ્યાય વાંચે છે. પછી તે ચા પીએ છે. ત્યારબાદ તે મંદિરે જાય છે. ત્યાંથી પાછા આવીને તે છાપું વાંચે છે. બપોરે જમીને તે થોડોક આરામ કરે છે.

દાદીમા અમને ખૂબ ચાહે છે. તે અમારા સૌ માટે વડલા સમાન છે. તેમની છત્રછાયામાં અમને ઘણી હૂંફ મળે છે. તે અમને સારા સંસ્કારો આપે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારાં દાદીમા ખૂબ ખૂબ ખૂબ જીવે ને સાજાં-સારાં રહે.બપોર પછી તે પુસ્તકો વાંચે છે. સાંજે તે તેમના મિત્રો સાથે ફરવા જાય છે. તે વખતે તેઓ મંદિરે પણ જાય છે. મારા દાદાજી સાંજે જમતા નથી. માત્ર ફળ અને દૂધ લે છે. તે રાત્રે ટીવીમાં સમાચાર જુએ છે. ક્યારેક ટીવીમાં રામાયણ કે મહાભારત પણ જુએ છે. મારા દાદાજી મને ભણવામાં મદદ કરે છે. તેમને અંગ્રેજી અને ગણિત ખૂબ સરસ આવડે છે. હું તેમની પાસેથી અંગ્રેજી અને ગણિત શીખું છું. તેમના અક્ષર મોતીના દાણા જેવા છે. રાત્રે સૂતાં પહેલાં હું દાદાજી પાસેથી વાર્તા સાંભળું છું.

મારા દાદાજી સાદાઈથી રહે છે. તે અમારા સમાજના આગેવાન છે. ઘણા લોકો એમની પાસે સલાહ લેવા માટે આવે છે. અમારા કુટુંબમાં પણ બધાં તેમની સલાહ પ્રમાણે ચાલે છે. મારા દાદાજીને કમ્પ્યૂટર પણ આવડે છે. દાદાજી અમારા સૌના ખૂબ વહાલા છે.

મારા દાદાજી મને ખુબ વ્હાલા છે. તે મને ખુબ પ્રેમ કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *