Sunday, 22 December, 2024

Mara Ghare Bethi Che Mari Sadhi Lyrics in Gujarati

151 Views
Share :
Mara Ghare Bethi Che Mari Sadhi Lyrics in Gujarati

Mara Ghare Bethi Che Mari Sadhi Lyrics in Gujarati

151 Views

એ દુઃખ મારી ડેલીએ ના આવે કદી
દુઃખ મારી ડેલીએ ના આવે કદી
આવે કદી
મારા ઘેર બેઠી છે મારી સધી
દીવાના અજવાળે પેઢીયું તરી
પેઢીયું તરી
મારા ઘેર બેઠી છે મારી સધી

એ હે રૂડું ખાત્રજ ગોમને ભાટચ્યા પરિવાર
જપે સધીમાનું નોમ કરે સધી બેડો પાર
એ દુઃખ મારી ડેલીએ ના આવે કદી
આવે કદી
મારા ઘેર બેઠી છે મારી સધી
મારા ઘેર બેઠી છે મારી સધી માં

સમરું સઘીનોમ હાજરા હજુર છે
રાગનાથ લાલજી ભુવાજીને મળી છે
ભાવથી કરે વિષ્ણુ ભુવાજી સેવા માની
સધીના અજવાળે જિંદગી જવાની

એ હે જીતુ ખાત્રજને મારી સધી મળનારી
શૈલેષ ખાત્રજને સધી મળનારી
એ દુઃખ મારી ડેલીએ ના આવે કદી
આવે કદી
મારા ઘેર બેઠી છે મારી સધી
મારા ઘેર બેઠી છે મારી સધી માં

તારા દીવાએ સદા રાખી મારી લાજ
આવે મારી વારે જો કરું માને સાદ
હોઠે મારા સધી નોમ દિવસ ને રાત
માના ચરણોમાં બધા રાજ ને તાજ

એ હે વિરમ રગનાથને સધી મળનારી
હૌનો બેળો પાર કરનારી
એ દુઃખ મારી ડેલીએ ના આવે કદી
આવે કદી
મારા ઘેર બેઠી છે મારી સધી
મારા ઘેર બેઠી છે મારી સધી માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *