મારા મહીસાગરની હાંરે ઢોલ વાગે છેે
By-Gujju10-10-2023
405 Views

મારા મહીસાગરની હાંરે ઢોલ વાગે છેે
By Gujju10-10-2023
405 Views
વાગેશે ઢોલ વાગેશે
ગાંમગાંમના સોનીડા આવશ
આવશ હું હું લાવશ
માની નાકની નથની લાવશ
મારી મહીસાગરની હાંરે ઢોલ વાગેશે
ગાંમગાંમના સુથારી આવશ
આવશ હું હું લાવશ
મારા માના બાજઠીયા લાવશ
મારી મહીસાગરની ………
ગાંમગાંમના કુંભારી આવશ
આવશહું હું લાવશ
મારી માનો ગરબો લાવશ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ
ગાંમગાંમના દોશીડા આવશ
આવશ હું હું લાવશ
મારા માની ચુંદડી લાવશ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ
મારા મંદિરીયે સોનીડો આવશ
આવશ હું હું લાવશ
મારા માના કડલા લાવશ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ
ગાંમગાંમનો જોશીડો આવશ
આવશ હું હું લાવશ
મારા માના માટે શ્રીફળ લાવશ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ.