Mara Shreenathji Ne Sonani Ghanti Lyrics in Gujarati
By-Gujju02-05-2023
273 Views
Mara Shreenathji Ne Sonani Ghanti Lyrics in Gujarati
By Gujju02-05-2023
273 Views
મારા શ્રીનાથજીને સોનાની ઘંટી
તેમા દળાય નહિ બજરો ને બંટી
જીણુ દળુ તો ઉડી ઉડી જાય
કેસર દળું તો સામગ્રી થાય
મારા શ્રીનાથજી …
માંડી તારા કાનને એવી છે ટેવ
અમારી વાહે ફરતો રે રેતો
હરતો જાય ફરતો જાય
ગોપીઓના મટકા ફોડતો જાય
મારા શ્રીનાથજી …
ઘેરે આવીને એતો માખણ માંગે
માખણ આપું ત્યારે મિસરી રે માંગે
હે ખાતો જાય ખવડાવતો જાય
માંકડાને ઘરમાં ઘાલતો જાય
મારા શ્રીનાથજી …
બે ચાર ગોવાલીયાને સાથે લઇને
વનમાં જાય એતો મસ્તાનો થઈને
કાળી કાળી કામળી ઓઢ્તો જાય
કાળી ઘોળી ગાવડી ચરાવતો જાય
મારા શ્રીનાથજી …
સત્સંગ હોય ત્યાં આવીને બેશે
કોઈના જાણે એવા છુપા વેશે
હે જુલતો જાય જુલાવતો જાય
વૈષ્ણવને દર્શન દેતો જાય
મારા શ્રીનાથજી …