Sunday, 22 December, 2024

મારા વીરા Lyrics in Gujarati – Rakesh Barot

189 Views
Share :
મારા વીરા Lyrics in Gujarati – Rakesh Barot

મારા વીરા Lyrics in Gujarati – Rakesh Barot

189 Views

હો બેની મારી નારે ભીંજવશો આંખડી રે
યે બેની મારી નારે ભીંજવશો આંખડી રે
હો હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
હે ઓહુ તારા ઓહુ તારા ઓહું તારા
કાળજા ના કટકા કરે ચાર
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર
બેની મારી નારે ભીંજવશો આંખડી રે
હો મને હરખ થયો વીરા તને બાંધતા રાખડી રે

હો તારા વિના વીરા કોણ હતું મારે
મારા કારણે યે ભઈલા દુઃખ વેઠયું હારે
એ મારી ઉંમર બેની તને લાગી જાય
દુઃખનો વાયરો તને કોઈ દાડો ના વાય

હો વીરા તું તો મારા જીવતરની લાકડી રે
હે બેની તું તો મારા આંગણીયા નું ફૂલ
હે બેની તું તો મારા આંગડિયા નુ ફૂલ
બેની મારી નારે ભીંજવશો આંખડી રે
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર
બેની મારી નારે ભીંજવશો આંખડી રે
હો મને હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે

હો અમે પારેવડા કાલે ઉડી જાશું
તમારા ઋણ ભઈલા ચમ કરી ચૂકવશું
હો માયા લાગેલી તારી કદી ના ભુલાશે
મારું તો ઠીક ઘરની દીવાલો પણ રડશે
હો ભઈલા જેને ભય નથી તેને કાળી રાતડી રે

મારી લાડકી બેની તારા વિના કરશું કોને લાડ
મારી લાડકી બેની તારા વિના કરશું કોને લાડ
બેની મારી નારે ભીંજવશો આંખડી રે
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર
બેની મારી નારે ભીંજવશો આંખડી રે
હો આજ હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
મારી લાડકી બેની નારે ભીંજવશો આંખડી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *