Thursday, 14 November, 2024

Mare Kona Sahare Jivavu Lyrics in Gujarati

123 Views
Share :
Mare Kona Sahare Jivavu Lyrics in Gujarati

Mare Kona Sahare Jivavu Lyrics in Gujarati

123 Views

શું કરવું કે શું ના કરવું
હો શું કરવું કે શું ના કરવું
શું કરવું કે શું ના કરવું
મારે કોના સહારે જીવવું
હે મારે કોના સહારે જીવવું

હો ખબર પડી નઈ મને તારા પ્રેમની
તું ભુલી ગઈ મને રે કેમની
ખબર પડી નઈ મને તારા પ્રેમની
તું ભુલી ગઈ મને રે કેમની

પ્રેમની માયા જાળમાં ફસાવી લીધો
પ્રેમની માયા જાળમાં ફસાવી લીધો
પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો
મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો

મન મંદિરની તને માનીતી દેવી
લાવી ઘડી તે મારા જીવનની કેવી
હો ચાંદ તારાની સાથે પ્રેમ કર્યો તો
હું તો તારા પર સદા એ મર્યો તો

હો તું ધડકન હતી મારા દિલની
બની દુશ્મન કેમ મારા જીવનની
તું ધડકન હતી મારા દિલની
બની દુશ્મન કેમ મારા જીવનની

પ્રેમની માયાજાળમાં ફસાવી લીધો
પ્રેમની માયાજાળમાં ફસાવી લીધો
પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો
મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો

શું હતી ભુલ મારી શું મારામાં ખામી
તારા લીધે તો મારી થઇ બદનામી
હો માંગવો હોત તો જીવ માંગી લેવો તો
આમ પાગલ બનાવી ના દેવો તો

બેવફા બની તોયે સુખી તું રેજે
મારી યાદોને સદા દફનાવી દેજે
બેવફા બની તોયે સુખી તું લેજે
મારી યાદોને સદા દફનાવી દેજે

મારા અંતરના એવા આશિષ મળે
મારા અંતરના એવા આશિષ મળે
ભલે મારી આંખો સદા રડતી રહે
ભલે હસતી મારી આંખો સદા રડતી રહે

શું કરવું કે શું ના કરવું
શું કરવું કે શું ના કરવું
મારે કોના સહારે જીવવું
હે મારે કોના સહારે જીવવું
મારે કોના સહારે જીવવું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *