મારે માથે હજાર હાથવાળો
By-Gujju20-05-2023
356 Views
મારે માથે હજાર હાથવાળો
By Gujju20-05-2023
356 Views
મારે માથે હજાર હાથવાળો,
અખંડ મારી રક્ષા કરે.
કદી રક્ષકના ઉગ્ર રૂપવાળો,
આવી કસોટી કપરી કરે … મારે માથે
એની કરુણાનો સ્તોત્ર નિત્ય વહેતો,
પ્રસન્ન મને રાખ્યાં કરે;
મને ચિંતા કરવા ન જરી દેતો,
કલ્યાણ મારું ઝંખ્યા કરે … મારે માથે
રખે ઉતરું મારગે આડે,
તો સત્ય પંથ ચાંધ્યા કરે;
કદી પડવા ન દે મને ખાડે,
સદાય સાથ આપ્યાં કરે … મારે માથે
નાથ શ્રદ્ધાનાં પારખાં લેતો,
ને તોય શક્તિ દીધાં કરે;
ધૂળમાંથી કનક કરી દેતો,
અજબ તારી લીલા ખરે … મારે માથે
– પિનાકિન ત્રિવેદી