Monday, 23 December, 2024

Mare Pan Ek Be Ne Tran Mari Lyrics in Gujarati

123 Views
Share :
Mare Pan Ek Be Ne Tran Mari Lyrics in Gujarati

Mare Pan Ek Be Ne Tran Mari Lyrics in Gujarati

123 Views

અરે આવતી જો નથી તને યાદ મારી
અરે અરે રે આવતી નથી જો તને યાદ મારી
પરવા કરતા નથી કેમ અમારી
તો મારે પણ એક બે ને ત્રણ મારી
અરે મારે પણ એક બે ને ત્રણ મારી

એ જો જો તારાથી મને  હારી રે મળશે
જોઈને બકા તારૂં દિલ બઉ બળશે
જો જો તારાથી મને  હારી રે મળશે
જોઈને ગોંડી તારૂં દિલ બઉ બળશે
અરે નથી પડી જો તને સેજે અમારી
એ ગોંડી મારી નથી પડી જો તને સેજે અમારી
સદા કરો છો તમે મનમાની
તો મારે પણ એક બે ને ત્રણ મારી
એ તને ક્વ મારે પણ એક બે ને ત્રણ મારી

હો પડતો મેલી તું હાલી પરભારી
ગોરૂં તારૂં મુખડું પણ દિલની તું કાળી
હો આજે તારો સમય કાલ મારો સમય આવશે
તમે ગમ્યો બીજો કોક અમને ગમાડશે
એ હતી જાન મારી બની જાન બીજાની
અરે રે હતી જાન મારી બની જાન બીજાની
જાતે પગ ઉપર તે તો મારી કુહાડી
તો મારે પણ એક બે ને ત્રણ મારી
એ હાચું ક્વ તો મારે પણ એક બે ને ત્રણ મારી

હો કરૂ તને બ્લોક મને ફોન ના કરતી
ઇન્સ્ટા આઈડીમાં ફોલો હવે તું ના કરતી
અરે ગોંડી મારી ચાર દાડાની બકા તારી છે ચડતી
મારો રે રોમ તારી લાવશે રે પડતી
અરે ભલેને ખમ્ભે હાથ આંખો તમારી
અરે રે ભલેને ખમ્ભે હાથ આંખો તમારી
રડશે આંખો જો જો એજ તમારી
તો મારે પણ એક બે ને ત્રણ મારી
એ તારા હમ મારે પણ એક બે ને ત્રણ મારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *