Sunday, 22 December, 2024

Mari Hambhad Lenari Jati Rahi Lyrics in Gujarati

118 Views
Share :
Mari Hambhad Lenari Jati Rahi Lyrics in Gujarati

Mari Hambhad Lenari Jati Rahi Lyrics in Gujarati

118 Views

હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઈ ગઈ
હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઈ ગઈ
એના ગયા પછી જિંદગી જાણે પુરી થઈ ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રઈ
હે મારા હાથ માંથી સુખની રેખા હટી રે ગઈ
મારા હાથ માંથી સુખની રેખા હટી રે ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રઈ
હો રિહામણા મનામણા શું રે થઇ ગયા
કીધી વગર એતો દૂર રે થઈ ગયા
રિહામણા મનામણા શું રે થઇ ગયા
કીધી વગર એતો દૂર રે થઈ ગયા
હે મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ
મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રઈ
રોજ મારી હંભાળ લેનારી જતી રે રઈ

હો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી
એના મારા કપડાનો કલર મેચિંગ કરતી
હો એની ઓઢણીથી મારો પરસેવો રે લુછતી
ખબર છે મારા માટે પેપળો એ પુંજતી
હો કોના માટે અમે હવે અમે તૈયાર થઈ ફરશુ
શોખ બધા છોડી દીધા ઠાઠ નઈ કરશું
કોના માટે અમે હવે અમે તૈયાર થઈ ફરશુ
શોખ બધા છોડી દીધા ઠાઠ નઈ કરશું
દિલના ચોપડેથી નામ મારૂ કમી કરી ગઈ
દિલના ચોપડેથી નામ મારૂ કમી કરી ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રઈ
જીગાની હંભાળ લેનારી જતી રે રઈ

હો એની જાતથી વધારે એ ચિંતા મારી કરતી
નસીબ વાળાને આવી પ્રેમિકા રે મળતી
હો મેં ખાધું કે નખાંધુ એ ખબર બધી રાખતી
રોજ મોડા ઘેર પહચુ  ત્યાં સુધી જાગતી
હો પરણીને લાવવી હતી મારા રે ઘરમા
ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમા
પરણીને લાવવી હતી મારા રે ઘરમા
ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમા
હે મારા અર્ધાઅંગની ધણિયોણી હેત ભુલી ગઈ
મારા અર્ધાઅંગની ધણિયોણી હેત ભુલી ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રઈ
હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઈ ગઈ

એના ગયા પછી જિંદગી જાણે પુરી થઈ ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રઈ
જીગાની હંભાળ લેનારી જતી રે રઈ
હે કાયમ હંભાળ લેનારી જતી રે રઈ  
હે મારી હંભાળ લેનારી જતી રે રઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *