Sunday, 22 December, 2024

Mari Mata Vat Vali Lyrics in Gujarati

187 Views
Share :
Mari Mata Vat Vali Lyrics in Gujarati

Mari Mata Vat Vali Lyrics in Gujarati

187 Views

અન આવો મારી જાદુગર નગરીનું
એ જેણુ જેણુ જાદુ મારી વિહત વિહત આવો

અન આવો મારી ઉજ્જેન નગરીના
એ ધણગોટીયા મસોનની
મારી તાંત્રિક વિધા મારી વિહત વિહત અવો
અન આવો મારી લાલવાદી ફૂલવાદી ટોળાની
મારી જાદુગર વિધા ન
એ મારી કાળી ચૌદશના દાડે અવ્વલ લેનારી
મારી લાલવાદી ફૂલવાદી મારી લાલબઈ ફુલબઈ આવો

ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત
ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત

એ વન વગડે તલાવડી રે પોણી ઝગ મગ
મારી વિહત માઁ હોંશીલો રે પોણી ઝગ મગ
એ ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત
ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત

એ મારી વિહત માઁ વટવાળો રે પોણી ઝગ મગ
એ મારી પારકરવાળી હોંશીલો રે પોણી ઝગ મગ
એ માડી કળિયુગમાં પરચા પુરનારો રે પોણી ઝગ મગ

અન આવો માઁ એક આંખે સાવન બીજે આંખે ભાદરવો દેરા
દુઃખની વેળાં આવી હોય
એ દુનિયામાં કોઈ તમારું હંગુ ના હોય હગો ભઈ હગાનો ના હોય
એ જીનો ભઈબંધ ન જીન દોસ્તાર ના હોય
મારી વિહત ન ટહુકો કર ન એ જોડા ના પહેરવા રે ન
તમારા માટે દોટ ના મેલ તો મારુ નોમ વિહત નહિ ખમા તમન
અન આવો આવો આવો

એ દેરા જીના ઘેર દુઃખની વેળા ચાલતી હોય
એ જીન બે ટાઇમનું ખાવાનું ના મલતું હોય
ઉઠ્યા બેઠ્યા કોઈ જગત ન દુનિયા ના બોલાવતું હોય
એ જીના કોઈ સકન ના લેતું હોય દેરા

રાતના અઢી ત્રણ નો સુમાર બન ન
એ ઓશિકા નીચે મોઢું ઘાલી ન રોતો હોય
એના ઘરે મારી વિહ ની વિહત જજે
ઓંહુઁ લુંછજે દેવી ખમા તમ ન

એ મારી ઓંખોના ઓંહુઁ લૂછનારી રે વિહત વટવાળી
મારી દુઃખની વેળાં સુખ લાવનારી વિહત વટવાળી

એક વન વગડે તલાવડી રે પોણી ઝગ મગ
ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત
ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત

મારી જાદુગર વટવાળી રે પોણી ઝગ મગ
એ મારી આકાશની વાદળી બાંધનારી રે પોણી ઝગ મગ
એ મારી પાતાળની કાળી નાગણ રે પોણી ઝગ મગ
મારી એશી વરહની દોશી રે પોણી ઝગ મગ

અરેરે અરેરે વિહત વિહત આવો
મારુ માવતર મારુ માન બાપ અખાપાદર દેરા આવો
અરેરે અરેરે મારો કાળી રાત નો ટહુકો
મારો કાળી રાત નો કાગળ આવો
એ મારી એશી વર્ષની ડોસીનું રૂપ લેનારી દેવી આવો

માં ચાણ આવી ચાણ જતી રહી દુનિયા વિચારમાં રહી જઈ
દેરા દેરા આવો
એ માઁ તારી હાક પડન દુનિયામાં વીજળીનો કાડકો
મારી વિહત વિહત આવો
આવો આવો મારી પાતાળની ઝેરીલી નાગની મારી
ટચલી ઓગાળીએ ડંખનારી વિહત આવો
એ મારી પારકર પોમલાં ગોગારની સિંહણ
મારી વિહત વિહત આવો

વિહતમાં વટવાળો રે પોણી ઝગ મગ
એ મારી વિહલી છે વટવાળી રે પોણી ઝગ મગ
ઝગ મગ રે પોણી ઝગ મગ
ઝગ મગ રે પોણી ઝગ મગ
ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *