Sunday, 22 December, 2024

મારો પ્રિય મિત્ર નિબંધ

335 Views
Share :
મારો પ્રિય મિત્ર નિબંધ

મારો પ્રિય મિત્ર નિબંધ

335 Views

મારે ઘણા મિત્રો છે. તેમાં વિજય મારો પ્રિય મિત્ર છે.

વિજય મારા વર્ગમાં જ ભણે છે. તે અમારી સોસાયટીમાં રહે છે. વિજય તંદુરસ્ત છે. તે ભગવામાં પણ હોશિયાર છે. તે વર્ગમાં હંમેશાં પહેલા-બીજા નંબરે ઉત્તીર્ણ થાય છે.

વિજય અમારી ક્રિકેટ ટીમનો કૅપ્ટન છે. અમે દર રવિવારે સવારે ક્રિકેટ રમીએ છીએ. તે સારો બૅટ્સમૅન છે. અજયને વાંચનનો શોખ છે. તેને વાર્તાઓ વાંચવી ખુબ ગમે છે. તેના દફતરમાં વાર્તાનું એકાદ પુસ્તક તો હોય જ. વર્ગમાં ત્યારે સમય મળે ત્યારે તે વાર્તાનું પુસ્તક વાંચે છે.

વિજય સદા હસતો રહે છે. તેને રમૂજ કરવાની પણ ટેવ છે. તેને ઘર મિત્રો છે. તે પોતાની વર્ષગાંઠને દિવસે બધા મિત્રોને આમંત્રણ આપે છે. તે તે માતા-પિતાનો સ્વભાવ ખૂબ સારો છે. અમે વિજયને ઘેર જઈએ ત્યારે તે રાજી રાજી થઈ જાય છે.

વિજય અને હું સાથે બેસીને ઘરકામ કરીએ છીએ. અમે નિશાળે પ સાથે જ જઈએ છીએ. ઉનાળાની રજાઓમાં સાથે પ્રવાસે જઈએ છીએ. વિજય નિશાળે ન આવે ત્યારે મને પણ નિશાળમાં ગમતું નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *