Friday, 15 November, 2024

મારો શોખ નિબંધ

226 Views
Share :
મારો શોખ નિબંધ

મારો શોખ નિબંધ

226 Views

મને વાંચનનો ઘણો શોખ છે.

હું મારાં પાઠ્યપુસ્તકો સિવાયનાં પુસ્તકો નિયમિત વાંચું છું. મને વાર્તાનાં પુસ્તકો અને મહાપુરુષોનાં જીવનચરિત્રોનાં પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડે છે. મારા પિતાજી મને દર વર્ષે પુસ્તકમેળામાં લઈ જાય છે. ત્યાંથી હું મારાં મનગમતાં પુસ્તકો ખરીદી લાવું છું. હું મારા વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીનો સભ્ય છું. ત્યાં જઈને હું સામયિકો અને સમાચારપત્રો વાંચું છું. હું મારા દફતરમાં પણ એકાદ વાર્તાની ચોપડી રાખું છું. જ્યારે સમય મળે ત્યારે હું તે વાંચું છું.

વાંચનના શોખથી મને ઘણા ફાયદા થયા છે. હું મારી શાળાની પ્રાર્થનાસભામાં મહાપુરુષોના જીવનપ્રસંગો કહું છું. હું વક્તૃત્વસ્પર્ધાઓમાં ભાગ લઉં છું. તેમાં હું સારી રીતે બોલી શકું છું. મને ઘણી વકતૃત્વસ્પર્ધાઓમાં ઇનામો પણ મળ્યાં છે. સારાં પુસ્તકોના વાંચનથી મારા જીવનમાં નિયમિતતા આવી છે. હું પ્રામાણિક અને મહેનતુ બન્યો છું. પુસ્તકો મારાં ખાસ દોસ્તો છે. વાંચનથી મારી એકાગ્રતા તથા સામાન્ય જ્ઞાન વધ્યાં છે. મને અભ્યાસમાં પણ ઘણો ફાયદો થયો છે.

શોખ (Hobby) વગરનું જીવન નકામું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *