Friday, 15 November, 2024

મારું ગામ નિબંધ

453 Views
Share :
મારું ગામ નિબંધ

મારું ગામ નિબંધ

453 Views

મારા ગામનું નામ ગગાણા છે.

મારા ગામની ભાગોળે એક મોટું તળાવ છે. તળાવને કાંઠે મહાદેવનું મંદિર છે. મંદિરની પાસે વિશાળ વડ છે.

મારા ગામમાં લગભગ સો ઘર છે. ગામમાં એક દવાખાનું અને એક પોસ્ટઑફિસ છે. ગામમાં અંબાજી માતાનું મંદિર છે. તેમાં અવારનવાર ભજનકીર્તન થાય છે. ગામમાં એક મસ્જિદ પણ છે, જેમાં મુસલમાનો નમાજ પઢે છે. ગામમાં એક નાનું બજાર છે. તેમાં જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ

અમારા મળે છે. ગામમાં એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા છે. એમાં આજુબાજુનાં ગામોમાંથી પણ ઘણાં બાળકો ભણવા માટે આવે છે. ગામમાં વીજળીની અને વૉટરવર્કસની સગવડ છે. ગામમાં પંચાયતઘર પણ છે.

ગામમાં પટેલ, લુહાર, સુથાર, કુંભાર, દરજી, મોચી, વાળંદ વગેરે જુદી જુદી જાતિના લોકો રહે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામને સિંચાઈનો લાભ મળ્યો છે; એટલે અમારા ગામના ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લે છે. લોકો ખેતીવાડીની સાથે પશુપાલન પણ કરે છે. ગામમાં એક ડેરી પણ છે. મારા ગામમાંથી કેટલાક લોકો ભણીગણીને શહેરમાં રહેવા લાગ્યા છે. તેઓ અવારનવાર ગામની મુલાકાત લે છે. તેમાંના એક ભાઈએ ગામમાં આંખની હૉસ્પિટલ બંધાવી છે. એક ભાઈએ શાળાનું મકાન બંધાવવા માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

મારા ગામના લોકો સ્વચ્છતા જાળવવા માટે ખૂબ ધ્યાન આપે છે. મારા ગામના લોકો હોળી, જન્માષ્ટમી, ઈદ અને દિવાળી જેવા તહેવારો સાથે મળીને આનંદથી ઊજવે છે. ગામના લોકો સુખી છે. તેઓ મુસીબતના સમયમાં એકબીજાને મદદ કરે છે.

મને મારું ગામ ખૂબ ગમે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *