Monday, 23 December, 2024

Maru Re piyariyu Madhavpur Ma Lyrics in Gujarati

1689 Views
Share :
Maru Re piyariyu Madhavpur Ma Lyrics in Gujarati

Maru Re piyariyu Madhavpur Ma Lyrics in Gujarati

1689 Views

એ મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
વેલડા જોડો તો મળવા જાયે રે
એ મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
વેલડા જોડો તો મળવા જાયે રે

અરે આલાને લીલુડા રે રૂડા
વાંસ રે વઢાવું રે વાલીડા
આલાને લીલુડા રે રૂડા
વાંસ રે વઢાવું રે વ્હાલા, વ્હાલા
એના તે રથડા ઘડાવું એ વ્હાલા, એ વાલીડા
મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં રે
વેલડા જોડો તો મળવા જાયે રે

અરે વેલને જોડાવું રે રૂડા
દોરી ને દમરા વ્હાલા
વેલને જોડાવું રે રૂડા
દોરી ને દમરા વ્હાલા, વ્હાલા
મલપતી ચાલ ચલાવુ એ વ્હાલા, એ વાલીડા
મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
વેલડા જોડો તો મળવા જાયે રે

એ સાસરિયાના રૂઠ્યાં રે બેની હા
પિયરિયે નવ જાય મારી બેની
સાસરિયાના રૂઠ્યાં રે હા
પિયરિયે નવ જાય મારી બેની
નફટ નાર કેવાય એ વ્હાલા, એ વાલીડા
મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
વેલડા જોડો તો મળવા જાયે રે

અરે ભલે રે મળ્યા રે મેતા હા
નરસૈંયાના સ્વામી રે વાલીડા
અરે ભલે રે મળ્યા રે મેતા હા
નરસૈંયાના સ્વામી રે વાલીડા, વ્હાલા
ગોપી આનંદ સુખ પામી એ વ્હાલા, એ વાલીડા
મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
વેલડા જોડો તો મળવા જાયે રે
વેલડા જોડો તો મળવા જાયે રે
વેલડા જોડો તો મળવા જાયે રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *