Sunday, 17 November, 2024

Maryada Na Ghunghatde Dikri Munjani Lyrics in Gujarati

124 Views
Share :
Maryada Na Ghunghatde Dikri Munjani Lyrics in Gujarati

Maryada Na Ghunghatde Dikri Munjani Lyrics in Gujarati

124 Views

હે મર્યાદાના ઘુંઘટડે જે દબાણી
હે મર્યાદાના ઘુંઘટડે જે દબાણી
દીકરીના વેદના રે મુંઝાણી
આહૂડે ઓળખી લેજો રે
બાપા થઇ સમજી જા જો રે
હો પછી એ કિયા ભવે સુખી થાશો
કાઢો આ કુરિવાજો
સમજી વિચારી દે જો રે
બાપા થઇ સમજી જા જો રે
હો દીકરી તો લાડલી કેવાય
બાપનો વાલ ભર્યો ખજાનો
દીકરી કાળજાનો કટકો રે
વાલપનો મીઠો વીરડો રે
બાપા થઇ સમજી જા જો રે

હે બાપ થઈ દીકરીના
બાપ થઈ ને દીકરીના કરશો નઈ તમે મુલ
બાપ થઈ ને દીકરીના કરશો નઈ તમે મુલ
રૂઠશે ઠાકર આપણો વિચારજો એનું સુખ
હે દિકરીતો બોલે નઈ કાય
મુંગી ઘુંઘટડે મુંજાય
મળે તો થોડું આપજો રે
બાપા થઇ સમજી જા જો રે
હો મર્યાદાના ઘુંઘટડે રે દબાણી
દીકરીની વેદના રે લાખણી
આહૂડે ઓળખી લેજો રે
બાપા થઇ હમજી જા જો રે
હે દીકરી કાળજાનો કટકો રે

હે નથી રે માંગતી દીકરી
નથી રે માંગતી દીકરી મિલ્કતમાં માપી ભાગ
નથી રે માંગતી દીકરી મિલ્કતમાં માપી ભાગ
કંકુના થાપા મારી કેસે બધું રહીયુ તારે બાપ
નવઘણ મુંધવા કેસે રે આંગણે ઉછેર્યું ફૂલ નો કરમાઈ
બાપા થઇ ફરજ નિભાવજો
આંશુડા દીકરીના લુસજો રે
હો મર્યાદાના ઘુંઘટડે રે દબાણી
દીકરીની વેદના રે લાખણી
આહૂડે ઓળખી લેજો રે
બાપા થઇ હમજી જા જો રે
દીકરી કાળજાનો કટકો રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *