સંસદ હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરના મોતના સમાચાર ખોટા, સોશિયલ મીડિયા પર કરાયો હતો દાવો
By-Gujju04-01-2024
સંસદ હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરના મોતના સમાચાર ખોટા, સોશિયલ મીડિયા પર કરાયો હતો દાવો
By Gujju04-01-2024
મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનો સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે. આ સમાચાર વહેતા થતાં પાકિસ્તાન જ નહીં, ભારતમાં પણ ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા ‘X’ પર ટ્રેન્ડ થયેલા આ સમાચારમાં દાવો કરાયો છે કે પહેલી જાન્યુઆરીએ વહેલી સવારે પાંચ વાગ્યે જૈશ એ મોહમ્મદનો વડો મસૂદ અઝહર એક બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો છે. પરંતુ આ તમામ દાવાઓ ખોટા સાબિત થયા છે.
દાઉદ ઈબ્રાહિમ ભોજનમાં ઝેર અપાતા માર્યો ગયો એવા દાવા પછી મસૂદ અઝહરના મોતના વાયરલ સમાચારે લોકોમાં કુતુહલ જગાવ્યું હતું, પરંતુ આ સમાચાર ખોટા હોવાનું સામે આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર શું ચાલી રહી છે અફવા?
‘X’ પર દાવો કરાયો છે કે, મસૂદ વહેલી સવારે મસ્જિદ જતો હતો ત્યારે અજાણ્યા લોકોએ બોમ્બ વિસ્ફોટ કરીને તેને નિશાન બનાવ્યો હતો.
મસૂદ અઝહર કોણ છે?
મસૂદે જૈશ એ મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનની સ્થાપના કરી હતી, જે સતત ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિમાં કરી રહ્યું છે. 24 ડિસેમ્બર 1999ના રોજ ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી814નું અપહરણ કરીને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવાયું હતું. તેના બદલામાં આતંકીઓ મસૂદ અઝહરને ભારતની જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. 13 ડિસેમ્બર 2011ના રોજ સંસદ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ મસૂદ અઝહર જ હતો. એવું કહેવાય છે કે મસૂદ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનની ડીપ સ્ટેટ સુરક્ષામાં રહેતો હતો.