Mata Mara Kaam Kare Lyrics in Gujarati
By-Gujju30-04-2023
Mata Mara Kaam Kare Lyrics in Gujarati
By Gujju30-04-2023
હે મારી કોમરુ દેશની માતા માતા મારા કોમ કરે
હો મારી જબ્બર જોરાળી માતા માતા સપના પુરા કરે
હે માના પડેલા બોલ ના ફરે
ખોટા ડુબેને હાચા તરે
હે મારી કોમરુ દેશની માતા માતા મારા કોમ કરે
હે મારી જબ્બર જોરાળી માતા માતા સપના પુરા કરે
માં તું ભડકે બાળે
કર હોકાર ખોટા ડગલે પાછો વાળ
ને ભાઈઓ ભેગી ખુંટ પડે તો
માથે હાથ રાખે ત્યાંજ
ને રહું તારી આજ બાજ
એડા દાદા કરે નાસ ભાગ
થાય આડા અવળા રસ્તા સાફ
ને ચઢું ગઢે ગઢ આપોઆપ
તારો પ્રસાદ ચાખતાંજ
ને નમાવું શીશ
તું અપાવજે જીત
તો આવે મોઢે હળવું સ્મિત
તું રાખે ઉંચા કોલર
ને પૈસા આવે ડોલર
પણ માથે ના ચઢે
ઘમંડ ચડતાંજ ઠારે
માડી કાલ થાતું આજ કરે
સપને જોયેલ હાથ ધારે
દરેક ગીત થાય હીટ જયારે એનો સ્વાદ ભળે
હે મારી કોમરુ દેશની માતા માતા મારા કોમ કરે
હે મારી જબ્બર જોરાળી માતા માતા સપના પુરા કરે
અખીલ બહ્માંડ ભાંડોદરી
દિવ્ય રૂપી શિવની શક્તિ
ભગવતી માં કમરુ દેશની માતા
એની નામ લેતાની હારે બધા કામ ફળી જાય
મોજના તોરા લાગે છે ફુટવા
ઝૂંપડા મહેલ બની જાય
જો તને અહનકાર આવે ત્યાં
તો સોનાની ખાણો કોલસા
પહાડ રાઈનો દાણો બને
ચારે લોક ભોગ બને
પણ જે માવડીને નમે
એના કુળ વધે
નિર્ધને ધન અને સાધુઓને સુદ્દી મળે
માંડી તું ગ્રહોની દશા ફેરવી નાખે
માંડી તું મને જીવથી વાલી લાગે
માંડી તું મારા કુળને હાચુ રાખે
તારા વગર મારા દાણા પાણી ક્યાંથી હાલે
હે મારી કોમરુ દેશની માતા માતા મારા કોમ કરે
હે મારી જબ્બર જોરાળી માતા માતા સપના પુરા કરે
હે સાદ પાડો તો કાને માં ધરે
હે અણધાર્યા એ કામ માં કરે
હે મારી કોમરુ દેશની …
કોણ ?
જેના સોળ નહીં સોળસો શણગાર
જેના હાથમાં તલવાર
જે વધારે કારોબાર
ખોટા કાઢે બારોબાર
બોલ પડે ભારોભાર
દોટ પકડે કાળો કાળ
વાંકો ના થવા દે વાળ
એવો મારી માનો હાથ
હોય જો માથે વાગે નઈ ઘા અને નીકાળે કામ સડસડાટ પાંખ વગરનું પારેવડું
કરવા મડે ફડફડાટ ચપટી વાગતાની હારે ઉઠાડે મડદું પળમાં પુરે પ્રાણ
કામરૂ દેશની શક્તિ કોપે તો ઉથલ પાથલ થાય બહ્માંડ
ના હાલે ખોટી નીતી એની આગળ માં બદલે વિધિના લેખ
ઉઘાડે બારણાં તોડી દેય કામોની કેદ ને દોડાવે નજર એક
હાચા મનથી કરો જો યાદ તો હામે આઈને ઉભી રેય એ
દુઃખ ના અડવા દેય હમેશા હસતો રાખે મને એ
હે મારી કોમરુ દેશની માતા માતા મારા કોમ કરે
હો મારી જબ્બર જોરાળી રે માતા માતા સપના પુરા કરે