Mata Mata Re Lyrics in Gujarati
By-Gujju08-06-2023
264 Views
Mata Mata Re Lyrics in Gujarati
By Gujju08-06-2023
264 Views
માતા માતા રે અમારી હોમું જો
હવા માં ઉડનારાને ધરતી બતાવજો
લોકો એવું બોલે કે દેવ માં માંથી મોનતા
વેણ વધાવા ને નથી રે જોણતો
માતા માતા રે અમારી હોમું જો
હવામ ઉડનારા ને ધરતી બતાવજો
કુળદેવી હોય છે હઉ ના ઘેર
તમે દેવ ની હારે નો બોધો વેર
દેવ ના દિવા ને નો પડે ફેર
પણ તમારી લૂંટાઈ જાહે લેર
ભણ્યા છે પણ ગણ્યા નથી
ભક્તિ ના મારગ માં વર્યા નથી
માતા માતા રે અમારી હોમું જો
પવનમ ફરનારા ને હેઠા ઉતાળજો
ખોટી હોશિયારી કોઈ શું બતાવે
દવા ની હારે દુઆ કામ આવે
પેઢીઓના પાપ-પૂણ્ણ આડા આવે
માતા વિના કોણ મારગ બતાવે
માયા મૂડી બધી ખોટી વાતો
મર્યા પછી ભેળું આવે ભક્તિ નું ભાથું
માતા માતા રે અમારી હોમું જો
હવામ ઊડનારા ને ધરતી બતાવજો
રાજન-ધવલ ને વનિતા તારા ગુણ ગાય
માતા માતા રે અમારી હોમું જો




















































