Thursday, 21 November, 2024

મતદાન જાગૃતિ નિબંધ

751 Views
Share :
મતદાન જાગૃતિ નિબંધ

મતદાન જાગૃતિ નિબંધ

751 Views

ચૂંટણી આવાની હોય ત્યારે એની તારીખ-સમય નક્કી થઈ જાય છે અને એ દિવસે આપ તમારા અનુકૂળ સમયમાં તમને ગમતાં વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે. બેલેટ પેપર કે મશીન દ્વારા હમણાં ચૂંટણીઓ થાય છે, અને તમે સરળતાથી તમારા નેતાને મત આપી શકો છો. તમારો મત ખૂબ કિંમતી છે એનું મૂલ્ય લોકશાહીમાં હંમેશા ઊંચું રહ્યું છે.

છતાં પણ આપણા ત્યાં 100% મતદાન થતું નથી એ અયોગ્ય બાબત છે. કેમકે ઘણા લોકો ચૂંટણીમાં રસ લેતા નથી અને પોતાના મતને કિંમતી સમજતા નથી. ઘણા લોકો પક્ષ વિપક્ષની માથાકુટમાં મત આપતા નથી. ઘણાને એમ છે કે હું મત નહિ આપું તો એમાં શું થઈ જવાનું છે ? .. તો વળી ઘણા સમયનું બહાનુ કાઢે છે કે સમય જ નથી વોટ આપવાનો. તો વળી ઘણા એવું વિચારે છે કે અમારે લાયક એક પણ ઉમેદવાર નથી તો કોઈને વોટ આપવો જ નથી અમારે. તો ઘણા ને ફરિયાદ હોય છે કે અમને કોઈ કહેવા આવ્યું નથી તો અમે શુ કામ વોટ આપીએ.. તો ઘણા પાસે 18 વર્ષ થઈ ગયા હોય તો પણ ચૂંટણી કાર્ડ હોતું નથી જેના કારણે તે વોટ આપી શકતા નથી. આવા બધા ઘણા બધા કારણો છે જેના લીધે મતદાન 100% થતું નથી અને જેના કારણે યોગ્ય વિકાસ થતો નથી. તો મત એ ફરજ અને હક્કના ભાગરૂપે આપવો જ જોઈએ.

હવે તો અંધ અપંગ કે શારીરિક ખોડખાપણ વાળા લોકો માટે પણ મતદાન થઈ શકે એ માટે યોગ્ય વ્યવસ્થા કરેલ હોય છે. ચૂંટણીકાર્ડ ન હોય તો હવે તમારી નજીકની શાળાના શિક્ષક કે તલાટી કમ મંત્રી જે બુથ લેવલ ઓફીસર હોય તેનો સંપર્ક કરો તો તમારા આધારપુરાવા જોઈને તમને થોડા જ સમયમાં ચૂંટણીકાર્ડ બનાવી આપશે.

ચૂંટણી હોય એ પહેલા રાજકીય પક્ષ એનો પ્રચાર કરતા જ હોય છે એટલે તમને કોઈ ઘરે કહેવા આવે તો જ મત આપવો એ વલણથી દુર રહો. સમયનો અભાવ હોય તો પણ મત આપો કેમેકે તમે મત નહિ આપો તો કદાચ સતા એવા લોકોના હાથમાં જઇ શકે છે જે ક્યારેય કોઈ સારા કામ કરશે જ નહીં.

હવે મતદાનનો સમય પણ વધારી દીધો છે સવારે 7 વાગ્યાથી તમે મત આપવાનું શરૂ કરી શકો છો એટલે સમય થોડો કાઢી મત આપીને જ અન્ય કામ કરવા.

આપણે પોતે મત આપીએ અને ઘરના વડીલોને પણ સાથે સાથે મત આપવા લઈ જઈએ. અડોશ-પડોશમાં પણ બધાને જાણ કરીએ કે મતદાન શરૂ થઈ ગયું છે તો તમામ લોકો મત આપી આવે અને આ લોકશાહીમાં સૌની સરખી ભાગીદાર મળે.

આપણા સમાજમાં ગુપ્તદાનનું મહત્વ છે એટલે મતદાન પણ ગુપ્ત રાખવામાં આવે છે. તમને થાય એમાં શું કામ સંતાડવાનું… વટથી મને ગમે એને હું વોટ આપી શકું, તો પછી ગુપ્ત કેમ રાખવાનું ? તો તમને જણાવી દઉ કે મત એ તમારો વ્યક્તિગત વિચાર છે તમે એને જાહેર કરી નથી શકતા, હા મત વિસ્તારથી બહાર કે તમારા ઘરે તમે એની ચર્ચા કરી શકો છો બાકી ચૂંટણી પક્ષના અમુક નિયમોનું પાલન મતદાન સમયે કરવા જ રહ્યા. તમે ચૂંટણીબુથ પર કોઈપણ પક્ષને મત આપવા માટે પ્રચાર કરી શકતા નથી. આચારસંહિતાનો ભંગ થતા તમને સજા પણ થઈ શકે છે. ચાલો હવે તમે પણ મત આપશો અને અન્યને પણ અપાવશો એ જ અપેક્ષા છે.
ભારતમાં 100% મતદાન થાય એ હેતુસર હવે તમારી પસંદગીનો કોઈપણ ઉમેદવાર ન હોય છતાં તમારે વોટ કરવો જ હોય તો હવે NOTA (none of above-ઉપરમાંથી એક પણ નહીં.) આ મત તમે આપી શકો છો. જેથી મત ગણતરીમાં ટકાવારી વધી શકે છે. અને એ જાગૃતિ માટે યોગ્ય પગલું છે.

તમારો મત, તમારો અધિકાર. તમે એનો સદઉપયોગ કરી એક ઉત્તમ નાગરિકને શોભે એવું કાર્ય કરી શકો છો.

હવે આગળ ચૂંટણી પ્રક્રિયા શુ છે? કેવી રીતે કોણ ફોર્મ ભરી શકે છે ? કેટલી ઉંમર જોઈએ ? કેવી રીતે ચિહ્નન પસંદગી થાય છે ? બોગસ વોટિંગ શુ છે ? કેવી રીતે મતદાન અને મતગણતરી થાય છે ? આ બધા પ્રશ્નો પણ તમને થતા હોવા જોઈએ. શુ તમને પણ ચૂંટણી જીતી નેતા બનવાનું સપનું જોઈ રહ્યા છો ? Mp, M.L.A, મંત્રી, મુખ્ય મંત્રી, વડાપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્પ્તિઓના પગાર અને મળતી સવલતો વિશે તમે જાણો છો ? જો તમને આ માહિતી જોઈતી હોય તો ચોક્કસ અમને લખી જણાવો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *