Saturday, 15 March, 2025

Mausam Badlayi Gayi Che Lyrics in Gujarati

159 Views
Share :
Mausam Badlayi Gayi Che Lyrics in Gujarati

Mausam Badlayi Gayi Che Lyrics in Gujarati

159 Views

કાજલ ભર્યા નયનના ઈશારા જાણી શક્યું ના કોઈ
વીતે છે દિવસો અમારા તમને જોઈ જોઈ
થઈને ઋત બાવરી જુમે ચારેકોર
દિલની આ લાગણીયો ખીચે તારી ઓર
મદહોશી દિલમાં છવાઈ ગઈ છે
તને જોઈ છે જયારથી અમે
આ મોસમ બદલાઈ ગઈ છે
તને જોઈ છે જયારથી અમે
આ મોસમ બદલાઈ ગઈ છે

આ દિલમાં છે અંજવાળી ચાંદનીની રાતો
કરવી આજે તમને મન મુકીને વાતો
જોઈ મને એતો શરમાતી જાય છે
લટને પાછળ કરી મીઠું મીઠું મલકાઈ છે
લાખ જલવા છે હસીનોના જગમાં
પણ તારા જેવી ના બીજી આ મલકમાં
પલ ભરમાં અમને પાગલ કરી ગઈ છે
તને જોઈ છે જયારથી અમે
આ મોસમ બદલાઈ ગઈ છે
આ મોસમ બદલાઈ ગઈ છે

પ્રેમનો આ રંગ કેવો દિલમાં છવાયો
આશીકીમાં તારા હું દિલથી ઘવાયો
હૃદયથી હૃદયથી નો છે તારો મારો નાતો
હરપળ સતાવે મને તું ને તારી વાતો
ના ઘેલું લગાડે કે ના શમણે સતાવે
એક અપ્સરા જે મને પ્રેમ શીખવાડે
નજરથી નજરને ઈશારા કરી ગઈ છે
તને જોઈ છે જયારથી અમે
આ મોસમ બદલાઈ ગઈ છે
તને જોઈ છે જયારથી અમે
આ મોસમ બદલાઈ ગઈ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *