Tuesday, 7 January, 2025

મેં તો કાયા કારણ ભેખ લીધા

335 Views
Share :
મેં તો કાયા કારણ ભેખ લીધા

મેં તો કાયા કારણ ભેખ લીધા

335 Views

કાયા કારણ ભેખ લીધા, રાણાજી!
મેં તો કાયા કારણ ભેખ લીધા.

રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે,
દાસી જાણીને દર્શન દીધાં … રાણાજી.

ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે રાણા!
હરિરસ ઘોળી ઘોળી પીધાં … રાણાજી.

મોહને મોહ કર્યા કારમા અતિશે, રાણા,
કંથા પહેરીને નેડા કીધા … રાણાજી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા,
જંગલે જઈને ડેરા દીધા … રાણાજી.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *