Thursday, 2 January, 2025

Meera Ne Madhav No Raas Lyrics in Gujarati

152 Views
Share :
Meera Ne Madhav No Raas Lyrics in Gujarati

Meera Ne Madhav No Raas Lyrics in Gujarati

152 Views

હે રાણી રાધાને થાય અદેખાઈ રે જોવી આજ
મીરાને કાનુડાનો રાસ
હે ઓલી મોરલી એ સુર ભૂલી જાઈ ઈતો જોવી આજ
મીરાને કાનુડાનો રાસ

આતો સરયૂને સાગરનો રાસ
આતો ચાતકને ચાંદાનો રાસ

હે રાણી રાધાને થાય અદેખાઈ રે જોવી આજ
મીરાને કાનુડાનો રાસ, મીરાને કાનુડાનો રાસ
ઓલી મોરલી એ સુર ભૂલી જાઈ ઈતો જોવી આજ
મીરાને કાનુડાનો રાસ

અનહદ પ્રીત છે શ્યામળાના ગીત છે
પ્રેમીને પ્રીતમનો રાસ
હો અચરજ થાય છે મન હરખાય છે
મીરા ને માધવનો રાસ

હે ચોકમાં રમવાના ગિરધર નાગર
નવલા નોરતા મઇ
હે રાધા રે આવી છે રુમઝુમ કરતી
આંખોમાં ઓરતા લઇ

હે રાણી રાધાને થાય અદેખાઈ રે જોવી આજ
મીરાને કાનુડાનો રાસ, મીરાને કાનુડાનો રાસ
ઓલી મોરલી એ સુર ભૂલી જાઈ ઈતો જોવી આજ
મીરાને કાનુડાનો રાસ, મીરાને કાનુડાનો રાસ

આતો સરયૂને સાગરનો રાસ
આતો ચાતકને ચાંદાનો રાસ

એ શ્યામળાની માયા
એ શ્યામળાની માયા એનો રાગ લાગી જાય
પછી લોક પોક ફોક રે થયા
બાબરી આ મીરા એની પ્રીત એની રીત
એના ગીત મીત શ્યામ રે થયા
હે જી રે એના શાન ભાન શ્યામ રે થયા
હે જી રે એના રૂપ આજ શ્યામ રે થયા

જોઈ હવે મલકાયા મલકાયા રાધા રાણી
એની કે મીરાની બસ થાયે પ્રેમ ઉજાણી
કાનાની પ્રેમ ઉજાણી નટવરની પ્રેમ ઉજાણી
રાસ મહી જોડાયા હરખાયા રાધા રાણી

હરિ લોક લાજ ને કામ કાજ ને છોડી આજ
એ છેડે આજ ગિરધર ના રાગ ને ખેલવા આજ
રાધે રાધે
લોક લાજ ને કામ કાજ ને છોડી આજ
એ છેડે આજ ગિરધર ના રાગ ને ખેલવા આજ
રાધે રાધે રાધે રાધે

શ્યામળાની માયા એનો રાગ લાગી જાય
પછી લોક પોક ફોક રે થયા
બાબરી આ મીરા એની પ્રીત એની રીત
એના ગીત મીત શ્યામ રે થયા
હે જી રે એના શાન ભાન શ્યામ રે થયા
હે જી રે એના રૂપ આજ શ્યામ રે થયા
હે જી રે એના શાન ભાન શ્યામ રે થયા
હે જી રે એના રૂપ આજ શ્યામ રે થયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *