Thursday, 2 January, 2025

Megh Varshe 2.0 Lyrics in Gujarati | Kishan Raval

198 Views
Share :
Megh Varshe 2.0 Lyrics in Gujarati | Kishan Raval

Megh Varshe 2.0 Lyrics in Gujarati | Kishan Raval

198 Views

| મેઘ વરસે 2.0 લિરિક્સ ગુજરાતીમાં |

આભલે ઝબુકે વિજલડીને
આભલે ઝબુકે વિજલડીને તારલા કરે ટમકારા
મેઘલી રાતે મળવાને જાવું નડે છે બહુ અંધારા

મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
તારી સંગે એની યાદો દઈ જા
મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
તારી સંગે એની યાદો દઈ જા
મૂકીને વરસી જા

ઝરમર વરશે વાદલડીને મોરલા કરે ટહુકારા
કેમ રહેવાસે મુજથી ઓ વાલી આવવાના દો અણસારા

પલડવાને આવો આ રીમઝીમ વરસાદમાં
અમે બાર આયા તને જોવાની ચાહમાં
ભીંજાઈ જવું છે તારા આ વરસાદી રૂપમાં
છવાઈ આ મોસમ મારા અંગે અંગમાં

મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
કરો ના વાર ઝટ આવી તું જા
મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
કરો ના વાર ઝટ આવી તું જા
મૂકીને વરસી જા

બઉ કર્યા વાયદા આવોને મળવા રોકાઈ જાશે ધબકારા
મેઘરાજા સમજાવોને એમને સમજે હાલ એ અમારા

ધરતીને આભનુ મિલન આ અનેરું
તારો મારો સાથ જાણે પ્રેમના પંખેરુ
રંગદારી આ ઋતની છે કેવી મજાની
તું નથીને ભીંજવે તારા પ્રેમના રે પાણી

શીતળ લહેરોમાં તમારો અહેસાસ
કોરા હતાને પલડયા અમે આજ
શીતળ લહેરોમાં તમારો અહેસાસ
કોરા હતાને પલડયા અમે આજ
કોરા હતાને પલડયા આજ

રોકાઈ જાઓ મેહુલિયા આજે બઉ થયું વરસાદી પાણી
આવતા વર્ષે મળશું વહેલા આટલી વાત લેજો માની
આવતા વર્ષે મળશું વહેલા પુરી થાશે પ્રેમની કહાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *