Thursday, 2 January, 2025

Mehendi Lili Ne Rang Eno Rato Lyrics in Gujarati

116 Views
Share :
Mehendi Lili Ne Rang Eno Rato Lyrics in Gujarati

Mehendi Lili Ne Rang Eno Rato Lyrics in Gujarati

116 Views

એ મહેંદી લીલીને રંગ એનો રાતો હતો
એ મહેંદી લીલીને રંગ એનો રાતો હતો
એ તારી યાદમાં દાડો મારો જાતો નતો 

હે  તારો કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા 
તારો કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા 
હે જોજે આવવામાં મોડું ના થાઈ મળવા 
વાટ જોઈ ને આંખ રાતી થાઈ 
એ તારો ફોન આયોને રાજી રાજી થઇ 
એ મહેંદી લીલીને રંગ એનો રાતો હતો

એ લમણાં દુઃખે કેડો કોમ નથી કરતી 
તારા વગર મને ચેન નથી પડતી 
એ ઘરમાં ચક્કર મારૂ ઓટ ફેરા કરતી 
તારૂ નોમ લઇ ને અલ્યા જેને તેને પુછતી 

એ બે દાડાથી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી 
બે દાડાથી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી 
એ તું આવે તો ખાવા ઉતરે ગળામો 
વાટ જોઈ ને આંખ રાતી થાઈ 
એ તારો ફોન આયોને રાજી રાજી થઇ 
એ મહેંદી લીલીને રંગ એનો રાતો હતો

એ હાંચુ કયોને મને મળવા ચ્યારે આવશો 
મારા માટે બોલો શું શું લાવશો 

હે પાટણનું પટોળું ને સુરતની હાડિયો 
મારા માટે તમે લાવજો બનગડીયું 

એ મોડું રે ના કરતા તમે વેલા આવજો 
મોડું ના કરતા તમે વેલા આવજો 
એ તને ભાળીને હૈયું હરખાઈ સાયબા 
વાટ જોઈને આંખ રાતી થાઈ
એ તારો ફોન આયોને રાજી રાજી થઇ 
એ મહેંદી લીલીને રંગ એનો રાતો હતો
મહેંદી લીલીને રંગ એનો રાતો હતો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *