Sunday, 22 December, 2024

Mele Jat Jaiye Lyrics in Gujarati

129 Views
Share :
Mele Jat Jaiye Lyrics in Gujarati

Mele Jat Jaiye Lyrics in Gujarati

129 Views

ફોરમતાં ફુલડે ફાલ્યો ગુલાબી ફાગણીયો
સજીયો શણગાર ગોરી આયો તારો સાંવરિયો

ચિત્ત ચઢ્યું ચકડોળે મારૂં હૈયું રે નહિ હાથમાં
ચિત્ત ચઢ્યું ચકડોળે મારૂં હૈયું રે નહિ હાથમાં
આંખો મારી તરસી રહી છે વાલમજીની વાટમાં

મન માનેલો મેળે મળશે હો …
મન માનેલો મેળે મળશે
મનડાં કેરી વાતો કરશે હૈયે ટાઢક થાય
એ હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
કે હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે

હે પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ
મેળે ઝટ જઇયે
હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે … ઝટ જઇયે

છુંદણા વાળા પાસે મારે છુંદણા છુંદાવા છે
મેળે પેલા મણિયારા ના હાટ રે ઉઘડાવા છે
છુંદણા વાળા પાસે મારે છુંદણા છુંદાવા છે
મેળે પેલા મણિયારા ના હાટ રે ખખડાવા છે

મન ગમતી બંગડીયો હોરી હો …
મન ગમતી બંગડીયો હોરી
વાલમ પાસે જાવું પેરી વાટુ ના જોવાય

એ હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
એ પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ
મેળે ઝટ જઇયે

ફોરમતાં ફુલડે ફાલ્યો ગુલાબી ફાગણીયો
સજીયો શણગાર ગોરી આયો તારો સાંવરિયો

મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું છ
મનગમતા મોરલીયા પાસે જઈને બતાવું છ
મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું છ
મનગમતા મોરલીયા પાસે જઈને બતાવું છ

વાલમ કેરા નેણલાં વરસ્યા હો …
વાલમ કેરા નેણલાં વરસ્યા
ભીના થઇ ગ્યા દલડા તરસ્યા હૈયા રે હરખાય
એ હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
આ પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ
મેળે ઝટ જઇયે

કે હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે
કે હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ
મેળે ઝટ જઇયે … મેળે ઝટ જઇયે
મેળે ઝટ ઝટ ઝટ ઝટ જઇયે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *