મેવા પાક બનાવવાની Recipes
By-Gujju11-12-2023
મેવા પાક બનાવવાની Recipes
By Gujju11-12-2023
ઘરે મેવા પાક બનાવવાની રીત – Meva Pak Banavani Recipes શીખીશું. આજે આપણે માવા વગર ટેસ્ટી મેવા પાક બનાવતા શીખીશું, કોઈ પણ ત્યોહાર પર કે બાળ ગોપાલ ને ભોગ લગાવવા માટે તમે બનાવી શકો છો. સાથે ખૂબ જ હેલ્થી છે. સવારે નાસ્તા સાથે એક પીસ મેવા પાક ખાઈ લીધો તો પૂરો દિવસ એનર્જી રહે છે. મેવા પાક ને એકવાર બનાવ્યા પછી તેને મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મેવા પાક બનાવતા શીખીએ.
મેવા પાક બનાવવા જરૂરી સામગ્રી
- ઘી 3 + 1 ચમચી
- ગુંદ ¼ કપ
- બદામ ½ કપ
- કાજુ ½ કપ
- મખાના 1.5 કપ
- મેલોન સિડ 1 કપ
- નારિયલ નો ચૂરો 1 કપ
- ખસખસ ¼ કપ
- કિશમિશ 2 ચમચી
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 2 કપ
- પાણી 1 કપ
- એલચી પાવડર ¼ કપ
મેવા પાક બનાવવાની રીત
મેવા પાક બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં ગૂંદ નાખો. હવે ગુંદ સરસ થી ફૂલી જાય ત્યાં સુધી તેને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તેમાં બદામ નાખો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને પણ એક મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તેમાં મખાના નાખો. હવે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે કાજુ, બદામ અને મખાના ને ધસ્તા વડે દર દરૂ કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં રાખી લ્યો.
કઢાઇ માં ફરી થી એક ચમચી જેટલું ઘી નાખો.
તેમાં મેલોન સિડ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ખસખસ નાખો. હવે તેમાં કિશમિશ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો, ત્યાર બાદ બધી સામગ્રી ને ડ્રાય ફ્રુટ વાળા બાઉલમાં કાઢી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી હલાવી લ્યો. ત્યાર બાદ એક તાર ની ચાસણી બનાવી લ્યો.
ચાસણી ને બાઉલમાં સેકી ને રાખેલ ડ્રાય ફ્રુટ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બધી સામગ્રી ને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બનાવી ને રાખેલ મેવા પાક નાખો. હવે તેને સરસ થી ચમચા ની મદદ થી સેટ કરી લ્યો.
ચાકુ ની મદદ થી તેના સરસ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી મેવા પાક. હવે મેવા પાક ઠંડો થાય ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Meva Pak Recipe Notes
- ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કરી ને તમે મેવા પાક બનાવી શકો છો.