Saturday, 21 December, 2024

‘મિશન સાઉથ’ પર કેમ છે PM મોદી ? 400 પારના ભાજપના પ્લાનનું જાણો શું છે ગણિત

159 Views
Share :
મિશન સાઉથ પર કેમ છે PM મોદી

‘મિશન સાઉથ’ પર કેમ છે PM મોદી ? 400 પારના ભાજપના પ્લાનનું જાણો શું છે ગણિત

159 Views

2024ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સૂત્ર છે, આ વખતે 400 પાર. પરંતુ આ કેવી રીતે શક્ય બનશે? કારણ કે દક્ષિણ ભારતના પાંચ રાજ્યો જીત્યા વિના ચારસો બેઠકો સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ છે. કદાચ એટલે જ આ વખતે વડાપ્રધાન મોદી દક્ષિણ ભારત મિશન પર નીકળ્યા છે. વડાપ્રધાન મોદી પાંચ દિવસ અને 120 કલાકના વિજય અભિયાન પર નીકળ્યા છે.

વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતની 129 લોકસભા બેઠકો પર ફોકસ વધાર્યું છે કારણકે આ વખતે 400નો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. આ અભિયાન હેઠળ પીએમ મોદીએ રવિવારે આંધ્રપ્રદેશમાં પોતાની પ્રથમ ચૂંટણી રેલી કરી હતી. પલાનાડુની રેલીમાં પીએમ માટે લોકોનો પ્રેમ પણ જોવા મળ્યો હતો.

શું કહે છે આંધ્રપ્રદેશમાં ભાજપનું ગણિત?

આંધ્ર પ્રદેશમાં ભાજપનું ટીડીપી અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન છે. તેથી પલનાડુની રેલીમાં ત્રણેય પક્ષોના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણના એકસાથે આવવાથી આંધ્રપ્રદેશમાં 25 બેઠકો સાથે ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. કર્ણાટક અને તેલંગાણામાં ભાજપનું સંગઠન મજબૂત છે. આંધ્રમાં મહાગઠબંધન થયા બાદ દક્ષિણના આ રાજ્યમાંથી ભાજપની અપેક્ષાઓ પણ વધી ગઈ છે.

PM 120 કલાકમાં 129 સીટો કવર કરશે

આ ચૂંટણીમાં પીએમ મોદીનું સમગ્ર ધ્યાન દક્ષિણ પર છે કારણ કે તમિલનાડુમાં 39, કેરળમાં 20, તેલંગાણામાં 17, આંધ્રપ્રદેશમાં 25 અને કર્ણાટકમાં 28 લોકસભા સીટો છે. જો આ પાંચ રાજ્યોની બેઠકો ભેગા કરવામાં આવે તો લોકસભાની 129 બેઠકો થઈ જશે. આવી સ્થિતિમાં જો બીજેપી અહીંથી મહત્તમ સીટો મેળવવામાં સફળ થાય છે તો તે સરળતાથી પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. પીએમ મોદીએ 120 કલાકમાં 129 સીટો કવર કરવાનો પ્લાન તૈયાર કર્યો છે.

આંધ્રપ્રદેશમાં શક્તિ પ્રદર્શન બાદ પીએમ મોદી આગામી 48 કલાક તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં વિતાવવાના છે. આ દરમિયાન તેઓ મોટા રોડ શો અને રેલીઓ કરશે. PM મોદી આવતીકાલે એટલે કે 18 માર્ચે સવારે 11.30 વાગ્યે તેલંગાણાના જગતિયાલમાં જાહેરસભા કરશે. તેમની રેલી કર્ણાટકના શિવમોગામાં બપોરે 3.15 કલાકે યોજાશે. તેલંગાણા અને કર્ણાટક બાદ પીએમ તમિલનાડુ જશે. તેઓ સાંજે 5.45 કલાકે કોઈમ્બતુરમાં વિશાળ રોડ શો કરશે. વડાપ્રધાન મોદી 18 માર્ચની રાત કોઇમ્બતુરના સર્કિટ હાઉસમાં વિતાવશે. 19 માર્ચે સવારે 10.30 કલાકે વડાપ્રધાન કેરળના પલક્કડમાં રોડ શો કરશે. તે જ દિવસે બપોરે 1 વાગ્યે તેઓ ફરીથી તામિલનાડુ જશે. જ્યાં તેઓ સાલેમમાં એક મોટી રેલી કરશે.

કર્ણાટકમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે

કર્ણાટક અને તેલંગાણા દક્ષિણમાં એવા બે રાજ્યો છે, જ્યાંથી ભાજપના સાંસદો લોકસભામાં પહોંચી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને લોકસભા ચૂંટણીમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાં 17 બેઠકો મળી હતી, તેનો વોટ શેર લગભગ 43 ટકા હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વધુ મજબૂત બન્યું છે. તેની સીટો વધીને 25 થઈ ગઈ, જ્યારે વોટ ટકાવારી 51.38 ટકા પર પહોંચી ગઈ.વડાપ્રધાન મોદી કર્ણાટકમાં 28 સીટો સાથે ભાજપના આ પ્રદર્શનને ન માત્ર રિપીટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ આંકડાને વધુ વધારવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

ગત વખતે ભાજપે દક્ષિણ ભારતના તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તેલંગાણામાં લોકસભાની 129માંથી 29 બેઠકો જીતી હતી. જેમાંથી 25 કર્ણાટકના અને ચાર તેલંગાણાના હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળની 84 લોકસભા બેઠકોમાંથી એક પણ બેઠક મળી નથી. આ જ કારણ છે કે પીએમ મોદી અને ભાજપ દક્ષિણના આ રાજ્યો પર ધ્યાન આપી રહ્યા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *