Monday, 23 December, 2024

Modhu Sambhadine Vaat Karje Lyrics in Gujarati

118 Views
Share :
Modhu Sambhadine Vaat Karje Lyrics in Gujarati

Modhu Sambhadine Vaat Karje Lyrics in Gujarati

118 Views

એ મોઢું હમભાળી ને વાત કરજે
મોઢું હમભાળી ને વાત કરજે
બેવફા બેવફા નો કેતી ફરજે
જે કરતી હોય એ તારું કોમ કરજે
કરતી હોય એ તારું કોમ કરજે
બેવફા બેવફા નો કેતી ફરજે

હે હાચુ ખોટું મારો ભગવોન જોણે
દિલ જોણે અહીં તોડ્યું છે કોણે
હે હાચુ ખોટું મારો ભગવોન જોણે
દિલ જોણે અહીં તોડ્યું છે કોણે

ફરી નો મળવુ હોય તો ના મળજે
ના મળવુ હોય તો ના મળજે
પણ બેવફા બેવફા કેતી નો ફરજે
હે મોઢું હમભાળી ને વાત કરજે
તારું મોઢું હમભાળી ને વાત કરજે
બેવફા બેવફા નો કેતી ફરજે

ઓ..દીવો કરીને અમે ઘર રે બતાયું
તારા થી અમે ના કઈ રે છુપાયું
ઓ..શું થઇ ગયું એ ના હમજાયું
કેવું અણધાર્યું દુઃખ તમે લાયુ

એ હાચો પ્રેમ કરું તોયે ગઈ તને શંકા
લુંટઈજી મારા દિલ ની લંકા
હાચો પ્રેમ કરું તોયે ગઈ તને શંકા
લુંટઇજી મારા દિલ ની લંકા

હે નો ગમે એવી વાત નો કરજે
નો ગમે એવી વાતો નો કરજે
બેવફા બેવફા નો કેતી ફરજે
હે તારું મોઢું હમભાળી ને વાત કરજે
મોઢું હમભાળી ને વાત કરજે
બેવફા બેવફા નો કેતી ફરજે

હો દીવો ઉપાડી લવ માતા નોમ નો
આલુ પુરાવા તને મારા પ્રેમ નો
હો મોનીજા મનાવું પ્રેમી તારા ગોમ નો
ડૉક્ટર પણ ઈલાજ નઈ કરી શકે વેમ નો

પ્રેમ મોં જો કોઈ લગાવે સરત
મારી હામે એતો હારી જાય તરત
પ્રેમ મોં જો કોઈ લગાવે સરત
મારી હામે એતો હારી જાય તરત

જો તારી ભૂલ હમજાય તો પાછી વળજે
ભૂલ હમજાય તો પાછી વળજે
બેવફા બેવફા નો કેતી ફરજે
હે મોઢું હમભાળી ને વાત કરજે
મોઢું હમભાળી ને વાત કરજે
બેવફા બેવફા નો કેતી ફરજે
હે મને બેવફા બેવફા કેતી ના ફરજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *