Monday, 23 December, 2024

Mogal Maf Nai Kare Lyrics in Gujarati

137 Views
Share :
Mogal Maf Nai Kare Lyrics in Gujarati

Mogal Maf Nai Kare Lyrics in Gujarati

137 Views

હે મોઢે બોલે મીઠું પાછળ વાતો જે કરે
હો …મોઢે બોલે મીઠું પાછળ વાતો જે કરે
મારા મોઢે બોલે મીઠું પાછળ વાતો જે કરે
તો તો મારી મોગલ એને માફ નઈ કરે

હે મારૂં રજવાડું ભાળીને કોઈ ઝેર રે કરે
રજવાડું ભાળીને કોઈ ઝેર રે કરે
તો તો મારી માતા એને માફ નઈ કરે
હો માતાની મારી ઉપર મીઠી નજર છે
કોણ વાલુ કોણ વેરી એને ખબર છે
માતાની મારી ઉપર મીઠી નજર છે
કોણ વાલુ કોણ વેરી એને ખબર છે

હે મારી ચડતી વેળા જોઈ કોઈ વેર જો કરે
મારો વટ રે ભાળીને કોઈ ઝેર જો કરે
તો તો મારી મોગલ એને માફ નઈ કરે
હો …એને મારી મોગલ કદી માફ નઈ કરે

મોગલનું નામ લઈને ઘરેથી નીકળતા
કોઈના કોઈ રૂપે માતા અમને મળતા
હો …મોગલને પુછીને કામ અમે કરતા
એવું લાગે કે માતા ભેળા મારી ફરતા

કીધા વગર મનની વાતો જાણી લેનારી
ધારેલા કામ બધા પુરા કરનારી
કીધા વગર મનની વાતો જાણી લેનારી
ધારેલા કામ બધા પુરા કરનારી

હે મારો ભાઈબંધ થઈને જે દુસ્મની કરે
ભાઈબંધ થઈને જે દુસ્મની કરે
તો તો મારી મોગલ એને માફ નઈ કરે
હો …તો તો મારી મોગલ એને માફ નઈ કરે

હો ભેળીયાવાળી ભગવતી જાવું વારીવારી
તમે તો બનાવી માં જિંદગી અમારી
હો મારી મોગલ તો સદા મંગલ કરનારી
ખોટું કરે એને કદી ના છોડનારી

હજાર હાથવાળી માતા મારી ભેળી
મારી મોગલ માં અમારી છે બેલી
હજાર હાથવાળી માતા મારી ભેળી
મારી મોગલ માં અમારી છે બેલી

હે એવા કળિયુગના વાયરે ખોટો કલર જે કરે
રાજન ધવલ કે ખોટો કલર જે કરે
તો તો મારી મોગલ એને માફ નઈ કરે

હે મોઢે બોલે મીઠું પાછળ વાતો જે કરે
મોઢે બોલે મીઠું પાછળ વાતો જે કરે
તો તો મારી મોગલ એને માફ નઈ કરે
હો …તો તો મારી મોગલ એને માફ નઈ કરે
તો તો મારી મોગલ એને માફ નઈ કરે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *