મોમોસ પરાઠા બનાવવાની Recipe
By-Gujju09-12-2023
મોમોસ પરાઠા બનાવવાની Recipe
By Gujju09-12-2023
આપણે ઘરે મોમોસ પરાઠા બનાવવાની રીત – Momos paratha banavani recipe શીખીશું. આજે આપણે વેજીટેબલ નું સ્ટફિંગ ભરી ને પરાઠા બનાવીશું, મોમોસ્ ને પણ ભૂલી જાવ તેવા સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. સવાર ના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આપી શકો છો. સાથે ટેસ્ટી દહી ની ચટણી પણ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મોમોસ પરાઠા બનાવતા શીખીએ.
મોમોસ પરાઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ગ્રેટ કરેલા ગાજર 2
- ગ્રેટ કરેલી પત્તા ગોબી 200 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- સેઝવાં ચટણી 2 ચમચી
- ચીલી સોસ 1 ચમચી
- સોયા સોસ ½ ચમચી
- મંચુરિયન મસાલો 1 ચમચી
- સોજી ¼ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- લોટ બાંધવા માટે ની સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- મરી પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- કસૂરી મેથી 1 ચમચી
- તેલ 2 ચમચી
દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલાં મરચાં 2
- લીલાં ધાણા 1 કપ
- આદુ ½ ઇંચ
- 1 ડુંગળી ના ટુકડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- દહી ¼ કપ
- દહી 1 કપ
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ગ્રેટ કરેલું ગાજર, ગ્રેટ કરેલું પત્તા ગોબી, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, આદુ ની પેસ્ટ, સેઝવાન ચટણી, ચીલી સોસ, સોયા સોસ અને મંચુરિયન નો મસાલા પાવડર નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં સોજી નાખો. હવે બધી સામગ્રી ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સ્ટફિંગ.
પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે ફરી થી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને ફરી થી ગુંથી લ્યો.
મોમોસ પરાઠા બનાવવાની રીત
મોમોસ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં એક લુવો બનાવી લ્યો. હવે તેના એક બાજુ ઝીણા સુધારેલા લીલાં ધાણા અને સફેદ તલ લગાવી દયો. ત્યાર બાદ કોરો લોટ લગાવી ને પાતળી રોટલી વણી લ્યો.
વચ્ચે ત્રિકોણ સેપ માં સ્ટફિંગ રાખો. ત્યાર બાદ રોટલી ની કિનારી માં પાણી લગાવી લ્યો. ત્યાર બાદ તેને ફોલ્ડ કરતા જાવ. હવે ફરી થી તેને એકવાર હલ્કા હાથે વણી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પરાઠા નાખો. હવે તેને બને તરફ ઘી લગાવી ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
ચટણી બનાવવા માટેની રીત
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, લીલાધાણા, આદુ, ડુંગળી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેમાં થોડું દહી નાખો. હવે ફરી થી તેને પીસી લ્યો.
પેસ્ટ ને દહી ના કટોરી માં નાખી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી દહી ની ચટણી.
મોમોસ પરાઠા ને દહી ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પરાઠા ખાવાનો આનંદ માણો.
Momos paratha recipe notes
- સ્ટફિંગ માં સોજી ની જગ્યાએ બ્રેડ ક્રમશ કે પોહા પણ નાખી શકો છો.