Morali Te Chali Rang Rusade Re Lyrics in Gujarati
By-Gujju28-04-2023
1086 Views

Morali Te Chali Rang Rusade Re Lyrics in Gujarati
By Gujju28-04-2023
1086 Views
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
કોણ મનાવા જાય રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
સસરો મનાવા જાય રંગ મોરલી
સસરાની વારી હુંતો નહીં રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
જેઠ મનાવા જાય રંગ મોરલી
જેઠજીની વારી હુંતો નહીં રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
દિયર મનાવા જાય રંગ મોરલી
દિયરિયાની વારી હુંતો નહીં રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
પરણ્યો મનાવા જાય રંગ મોરલી
પરણ્યાની વારી હુંતો ઝટ રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર નહીં જાવ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે