Morli Vage Re Mithi Lyrics in Gujarati
By-Gujju21-06-2023
193 Views

Morli Vage Re Mithi Lyrics in Gujarati
By Gujju21-06-2023
193 Views
મોરલી વાજે રે મીઠી મોરલી વાજે,
સાંભળને શામળિયાજીની મોરલી વાજે
મોરલી વાજે…
મીઠે સ્વરે મોહનજીની મોરલી ગાજે,
સાંભળવાને સૈયર મારું દિલડું દાઝે
મોરલી વાજે…
આવે રે અલબેલો વીંટ્યા ગોવાળે ઝાઝે,
ગાતાં આવે ગિરિધર સુંદર સમાજે
મોરલી વાજે…
મોરમુગટ કાને કુંડળ વરમાળા રાજે,
ધર્મકુંવર નીરખી કોટિ કંદર્પ લાજે
મોરલી વાજે…
પીતાંબરની પલવટ વાળી છત્ર શિર છાજે,
પ્રેમાનંદનો વા’લો ચાલો જોવાને કાજે
મોરલી વાજે…