Monday, 23 December, 2024

Morli Vala Lyrics in Gujarati

166 Views
Share :
Morli Vala Lyrics in Gujarati

Morli Vala Lyrics in Gujarati

166 Views

હે આવશો કે નઈ તમે આવશો કે નઈ
આવશો કે નઈ તમે આવશો કે નઈ
હે હે મોરલીવાળા મલકમો પાછા ક્યારે આવશો
હો મોરલીવાળા મલકમો પાછા ક્યારે આવશો
હે કાના મારા મલકમો પાછા ક્યારે આવશો

હો …તમે રે કહેતા હતા વેલ અમે વરશું
આવીને સૌવની પેલા રાધે તને મળશું
તમે રે કહેતા હતા વેલ અમે વરશું
આવીને સૌવની પેલા રાધે તને મળશું
દીધેલા કોલ ક્યારે પુરા કરશો
હો મોરલીવાળા મલકમો પાછા ક્યારે આવશો

હો જયારે જયારે કાના તમે અમને બોલાયા
મોરલીના સુર સુણી દોડીને આયા
હો તારા રે રંગમાં અમે રે રંગાયા
તોય દુર જયને તમે અમને ભુલાયા
હો ગયા તે ગયા તમે પાછા નો આયા
નથી રે મેલાતી તારી માયા
અરે ગયા તે ગયા તમે પાછા નો આયા
નથી રે મેલાતી તારી માયા
મોહન મારા મલકમો પાછા ક્યારે આવશો
હો મોરલીવાળા મલકમો પાછા ક્યારે આવશો

હો દેવભુમીમાં તમે કર્યો વાસ રે
તોય મને તું લાગે આસપાસ રે
હો પાછા તમે આવશો એવો વિશ્વાસ રે
તારા વિના કાના હું તો ઉદાસ રે
હે સોનાની નગર દેવદ્વારિકા
કઈ દોને કેમ થઈ ગયા પારકા
સોનાની નગર દેવદ્વારિકા
કઈ દોને કેમ થઈ ગયા પારકા
વાલા મારા મલકમો પાછા ક્યારે આવશો
હો મોરલીવાળા મલકમો પાછા ક્યારે આવશો
હો મોરલીવાળા મલકમો પાછા ક્યારે આવશો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *