Monday, 23 December, 2024

Morpinch Lyrics in Gujarati

140 Views
Share :
Morpinch Lyrics in Gujarati

Morpinch Lyrics in Gujarati

140 Views

હે ચોપડીમાં મોરપીંછ રાખતી હતી
હો …ચોપડીમાં મોરપીંછ રાખતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

હે પાટલી ઉપર મારી જોડે બેહતી હતી
પાટલી ઉપર મારી જોડે બેહતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

હે મારા માટે લાવતી તું નસ્તનો ડબ્બો
એક જ કોળિયો ખાતા અડધો અડધો
હે કંપાસમાં ફોટો મારો રાખતી હતી
કંપાસમાં ફોટો મારો રાખતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

હે ચોપડીમાં ટીલડી રાખતી હતી
ચોપડીમાં મોરપીંછ રાખતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

હે વિહ દાડાના વેકેશન દિવાળીયે પડયા
ઉઘડી નેહાળ તોય ભણવા તમે ના આયા
હો મને લાગ્યું કે તમે મોહાળમાં ગયા
ગોત્યા આખા ગોમમાં તોય તમે ના દેખાયા

હો મોજ મસ્તીને મઝા ગઈ તારી હારે
તારી વિના ભણીને હવે શું કરવું મારે
હે હું ના આવું તો તું રજા પાડતી હતી
હું ના આવું તો તું રજા પાડતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

હો વાયરે ઉડતી વાત તારી મારી પાહે આઈ
તારી પ્રેમિકા અલ્યા પરણી રે ગઈ
રાત કાઢીથી એ દાડે રોઈ રોઈ
ભવની ભાગીદાર બેઠો હું તો ખોઈ
હો એ સમય પછી તને હવે મેં તો જોઈ
હૈયું મારે ઉમળકા આંખ ગઈ રોઈ

હે માસ્ટર મને મારતા તું રોતી હતી
માસ્ટર મને મારતા તું રોતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

હે બેનપણી હારે બહાર આવતી હતી
બેનપણી હારે બહાર આવતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

હે ચોપડીમાં મોરપીંછ રાખતી હતી
ચોપડીમાં ટીલડી રાખતી હતી
મને તો છે યાદ તને યાદ છે કે નઈ
યાદ છે કે નઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *