Friday, 20 September, 2024

મુખડાની માયા લાગી રે

275 Views
Share :
મુખડાની માયા લાગી રે

મુખડાની માયા લાગી રે

275 Views

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે … મોહન પ્યારા

સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે … મોહન પ્યારા

સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેવા ઘેર શીદ જઈએ રે;, … મોહન પ્યારા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો
રાંડવાનો ના’વે વારો રે; … મોહન પ્યારા

મીરાંબાઇ બલિહારિ, આશા મને એક તારી,
હવે હું તો બડભાગી રે … મોહન પ્યારા

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *