Saturday, 27 July, 2024

મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે)

103 Views
Share :
મુખ્યમંત્રી રાહતફંડ

મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે)

103 Views

પ્રસ્તાવના

કીડની/હૃદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે.

ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે.

શરતો

1. આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક ૩.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.

2. દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ.

3. આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ.

4. દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી કરેલ ના હોવી જોઈએ.

જે-તે રોગની સારવાર/ઓપરેશન માટે સરકારશ્રીએ નિયુક્ત કરેલ હોસ્પિટલો

હૃદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ

1. યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬

2. શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬

૩, ધરમસિંહ દેસાઈ મેમોરીયલ મેથોદીસ્ક ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી, મિશન રોડ, નડીયાદ-૩૮૭૦૦2

4. શ્રી બી.ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટટ્યુટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીગરોડ, સુરત-૩૯૫૦૦૧

5. ઈ.એમ.ચેરીટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટયુટ, પ્લોટ નં-૧ થી ૮. સિદ્ધકુટીર ઈન્ડ એસ્ટેટ, ચોથો માળ, સિદ્ધકુટીર મંદિર ની બાજુમાં વરાછા કાયર બ્રિગેડની સામે, વરાછા રોડ, સુરત.

કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ

1. ઇન્સ્ટીટયુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬

2. મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડો વીરેન્દ્ર દેસાઈ રોડ, નડીયાદ-૩૮૭૦૦૧

કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલ

1. ધી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-૧૬

2. રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટીટ્યુટ, ૧૪ તિરુપતિ નગર, નિર્મલા કોન્વેન્ત ની સામે, રાજકોટ-07

રજુ કરવાના પુરાવાઓ

1. દર્દી અથવા તેના પરિવારની આવક દર્શાવતો મામલતદારશ્રી નો દાખલો

2. ધારાસભ્યશ્રી ની ભલામણ ચિઠ્ઠી

3. દર્દી ધ્વારા મુખ્યમંત્રીશ્રી ને અરજી

4. ઓ.પો.ડી કેસ ની ઝેરોક્ષ

5. રેશનકાર્ડ ની ઝેરોક્ષ

6. સારવાર નો અંદાજીત ખર્ચ નો લેટર (હોસ્પિટલ ધ્વારા)

7. ૫૦રુ. ના સ્ટેમ્પ પર સોગંધ નામું

8. ઓપરેશન બાકી છે તેવું ડોકટરનું સર્ટીફીકેટ (અસલ)

ઈમરજન્સીમાં ઓપરેશન થયેલ હોય તો ઈમરજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડોક્ટરનું સર્ટીકીકેટ (અસલ)

દરેક પુરાવાઓ ને ભેગા કરી જો નકલ માંગી હોઈ તો નોતરી ના સિક્કા મારવી માન.મુખ્યમંત્રી શ્રી નું કાર્યાલય, ગાંધી નગર, સરદાર પટેલ ભવન ખાતે પોસ્ટ ધ્વારા મોકલવું.

અરજી મંજુર કે ના મંજુર નો જવાબ આપશ્રી ને ૧૦ દિવસ સુધીમાં મળી જશે.

જરૂરી પુરાવા અને સોગંધનામું ના નમુના બાબતે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

https://revenuedepartment.gujarat.gov.in/downloads/CMRF.pdf

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *