Monday, 23 December, 2024

મુંને લહેર રે લાગી

333 Views
Share :
મુંને લહેર રે લાગી

મુંને લહેર રે લાગી

333 Views

મુંને લહેર રે લાગી હરિના નામની રે,
હું તો ટળી રે સંસારીયાના કામની રે … મુંને.

ચોટ લાગી તે ટાળી કદી નહીં ટળે રે,
ભલે કોટિ પ્રયત્ન દુર્જન કરે રે … મુંને.

હું તો બાવરી ફરું છું મારા હૃદયમાં રે,
મારી સૂરતી શામળિયાના પદમાં રે … મુંને

મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે,
હું તો સમજી મોહનજીને સાનમાં રે … મુંને

મીરાંબાઈને ગુરુજી મળ્યા વાટમાં રે,
એણે છોડી દીધેલ રાજ પાટના રે … મુંને

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *