Naga Lakha Na Nehde Betho Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Naga Lakha Na Nehde Betho Lyrics in Gujarati
By Gujju25-04-2023
એ …હે …નગાલાખાના નેહડે બેઠો
હો …હો …હો …
નગાલાખાના નેહડે બેઠો
મારો દ્વારિકાવાળો દેવ
મારો દુવારીકાનો દેવ
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
હો …નગાલાખાના નેહડે બેઠો
મારો દ્વારિકાવાળો દેવ
મારો દુવારીકાનો દેવ
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ …હે …નગાલાખાના નેહડે બેઠો
એ …હે …સમદર ખારા ઘુઘવે સામા
એમાં પાપીયા પારખે જાય
એમાં પાપીયા પારખે જાય
ખારા જાળમાં વીરડા મીઠા
હો …ખારા જાળમાં વીરડા મીઠા
મારો ઠાકર ગાળી જાય
મારો ઠાકર ગાળી જાય
ઠાકર આવી હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ …હે …નગાલાખાના નેહડે બેઠો
એ …હે …વાંજીયા મેણા ડોહ્યલી વાતું
ઈ તો કાળજા કોરી ખાય
અમારા કાળજા કોરી ખાય
વાંજીયાના ઘેર પારણા બાંધે
હો …હો …વાંજીયાના ઘેર પારણા બાંધે
હરખે હાલરડા ગાય
ઈ તો હરખે હાલરડા ગાય
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ …હે …નગાલાખાના નેહડે બેઠો
એ …હે …કાળી અંધારી મેઘલી રાતે
જે દી વહમી વેળા થાય
જયારે વહમી વેળા થાય
ઘોડલા લઈને ઘુમતો આવે
હો …હો …ઘોડલા લઈને ઘુમતો આવે
ઈ મારગે મુકી જાય
આવી મારગે મુકી જાય
ઠાકર આવી હાચવે ટાણું
ઠાકર મારો હાચવે ટાણું
એ …હે …નગાલાખાના નેહડે બેઠો
એ …હે …બુડતાના ઈ બાવડા જાલે
આરે ઉતારી જાય
ઠાકર આરે ઉતારી જાય
રાખ ભરોહો તો રાખશે લાજુ
હો …હો …રાખ ભરોહો તો રાખશે લાજુ
એના કેદાન ગુણલા ગાય
એના કેદાન ગુણલા ગાય
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ …હે …નગાલાખાના નેહડે બેઠો
મારો દ્વારિકાવાળો દેવ
મારો દુવારીકાનો દેવ
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
ઠાકર મારૂં હાચવે ટાણું